Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કેન્દ્રીય મિનિસ્ટર જનરલ વી.કે.સિંઘ વિરુદ્ધ દાખલ કરાયેલી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : સોશિઅલ એક્ટિવિસ્ટ ચંદ્રશેખરન રામાસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી : ભારતે ચીનની બોર્ડર અનેક વાર ઓળંગી હતી તેવા વિધાનથી વિશ્વમાં ભારતની છબી ખરડાઈ હોવાની રાવ : મિનિસ્ટરનું વર્તન યોગ્ય છે કે નહીં તે વડાપ્રધાનને નક્કી કરવા દયો : સુપ્રીમ કોર્ટ

ન્યુદિલ્હી : સોશિઅલ એક્ટિવિસ્ટ ચંદ્રશેખરન રામાસ્વામીએ કેન્દ્રીય મિનિસ્ટર જનરલ વી.કે.સિંઘ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં  પિટિશન દાખલ કરી હતી . જેમાં જણાવ્યા મુજબ મંત્રીએ 7 ફેબ્રુઆરી 2021 ના રોજ એવું વિધાન કર્યું હતું કે  ભારતે ચીનની બોર્ડર અનેક વાર ઓળંગી હતી .તેમના આ વિધાનથી વિશ્વમાં ભારતની છબી ખરડાઈ છે.અને ચીનને બહાનું મળી ગયું છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ મંત્રીએ ગુપ્તતાના સોગંદ લીધેલા હોવા છતાં દેશના સંરક્ષણને લગતી આંતરિક બાબત ખુલ્લી કરી  છે.

જેના અનુસંધાને ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રામાનાએ કહ્યું હતું કે મિનિસ્ટરનું વર્તન યોગ્ય છે કે નહીં  તે વડાપ્રધાનને નક્કી કરવા દયો . સુપ્રીમ કોર્ટ તેમાં હસ્તક્ષેપ  કરવા માંગતી નથી.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)