Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોનામાં બ્રેક બાદ સેંકડો વિદ્યાર્થીઓની લેફટરાઇટ : ૩ માસમાં ૧૨ પરીક્ષા લેવાશે

રાજ્ય, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓનો માહોલ જામશે : ગુજકેટ, જેઇઇ, નીટ સાથે સી.એ., સી.એસ. જેવી પરીક્ષામાં આકરી કસોટી

નવી દિલ્હી તા. ૨ : કોરોના મહામારીની બીજી લહેરે ભયાવહ સ્વરૂપ ધારણ કરતા છેલ્લા ત્રણ માસમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરની મોટા ભાગની સ્પર્ધાત્મક, પ્રવેશ પરીક્ષાઓ મોફૂફ કરવાની નોબત આવી હતી. જોકે, હવે રાષ્ટ્રીય સ્તરે કોરોનામાં રાહત મળતાં વિદ્યાર્થીઓની લેફટરાઇટ શરૂ થશે એવો મત શિક્ષણવિદો આપી રહ્યા છે. કારણ કે, આગામી ૩ માસમાં ૧૨ જેટલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક, પ્રવેશ પરીક્ષાઓ સાથે વિદ્યાર્થીઓની આકરી કસોટી થાય તો નવાઇ નહીં.

ધો. ૧૨ સાયન્સ પછી એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ, જેઇઈ અને નીટ મહત્ત્વની સાબિત થાય છે. કોરોનાના મહણ બાદ હવે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં આ પરીક્ષાઓની વણઝાર જોવા મળે એવી શકયતા વ્યકત કરાઇ રહી છે. હાલમાં કોલેજોમાં તો વિવિધ સત્રની પરીક્ષાઓ ચાલી જ રહી છે. આ સિવાય પ જુલાઇથી સી.એ.ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. જયારે ગુજકેટ, નીટ, જેઇઇ જેવી પરીક્ષાઓની તારીખ પણ ટૂંકમાં જાહેર થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. આ સાથે જ જીપમેટ, અપસેટ, યુજીસી નેટ જેવી એડવાન્સ પરીશઓનું શિડ્યુલ પણ ટૂંકમાં જાહેર થાય એવી ચર્ચા ચાલી રહી છે.

  • ૩ માસ દરમિયાન આ પરીક્ષાઓ લેવાની શકયતા તેજ

૧. જેઇઇ મેઇન : એનઆઇટી, આઇઆઇટીમાં પ્રવેશ માટે ફરજિયાત જેઇઇ મેઇનમાં એપ્રિલ અને મે માસની પરીક્ષાઓ મોકુફ થઇ છે. હવે ટૂંક સમયમાં શિડ્યુલ જાહેર થશે.

૨. નીટ-ર૦૨૧ : દેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે ફરજિયાત એવી નીટ યુજી-ર૦૨૧ની જાહેરાત હજુ થઇ નથી. નવા સત્રને જોતાં આ પરીક્ષાનું શિડ્યુલ પણ ટૂંકમાં જાહેર થશે.

૩. ગુજકેટ-ર૧ : રાજયની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની રજિસ્ટ્રેશન પ્રકિયા ૪ જુલાઇ સુધી ચાલશે. ત્યાર બાદ ટૂંકમાં શિડ્યુલ જાહેર થશે.

૪. જેઇઇ એડવાન્સ્ડ : આઇઆઇટીમાં પ્રવેશ માટેની જેઇઇ એડવાન્સ્ડ ૩ જુલાઇએ યોજાનારી હતી. પરંતુ તે મોકુફ કર્યા બાદ જેઇઇ મેઇનને આધારે એડવાન્સ્કની તારીખ જાહેર થશે.

પ. નીટ પી.જી. : મેડિકલ કોલેજોમાં પી.જી. કોર્સમાં પ્રવેશ માટેની નીટ પી.જી. પરીક્ષા ૧૮ એપ્રિલે યોજાનારી હતી તે મોકુફ થયા બાદ હવે પરીક્ષા શિડ્યુલ મુદ્દે ટુંકમાં સ્પષ્ટતા થશે.

૬. સી.એ. પરીક્ષા : અગાઉ સી.એ. પરીક્ષા મોકુફ થયા બાદ હવે પથી ૨૦ જુલાઇ સુધી ફાઇનલ-ઇન્ટરમીડિયેટ, ૨૪થી ૩૦ જુલાઇ ફાઉન્ડેશન કોર્સની પરીક્ષાઓ યોજાશે.

૭. સી.એસ. પરીક્ષા : કંપની સેક્રેટરીઝની પરીક્ષાઓ મોકુફ થયા પછી હવે ૧૦થી ૨૦ ઓગસ્ટ સુધી સી.એસ.ની ફાઉન્ડેશન, એકિઝકયુટિવ, પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા યોજાશે.

૮. JIPMAT : જોઇન્ટ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની અવધિ પુરી થઇ ગઇ છે. આગામી દિવસોમાં શિડ્યુલ જાહેર થશે.

૯. UPCET-21 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત થતી ઉત્ત્।ર પ્રદેશ કમ્બાઇન્ડ એન્ટૂન્સ ટેસ્ટની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. હવે શિડ્યુલ જાહેર થશે

૧૦. યુજીસી નેટ : કોલેજોમાં અધ્યાપક બનવા માટે ફરજિયાત યુજીસી નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) ની મે માસની પરીક્ષા મોફફ થઇ હતી. હવે ટુંકમાં શિડયુલ જાહેર થશે.

૧૧. NCHM JEE : હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન પૂર્ણ થતાં ટૂંકમાં તારીખ જાહેર થશે.

૧૨. AIAPGET : આયુર્વેદ. હોમિયોપેથીમાં એમ.ડી. એમએસ. પી.જી ડિપ્લોમામાં પ્રવેશ માટેની ઓલ ઇન્ડિયા એકઝામ ૭ જૂને આયોજિત હતી. જે મોકૂફ થતાં નવું શિડ્યુલ જાહેર થશે.

(11:45 am IST)