Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સ્માર્ટ ફોનને બદલે સેટેલાઇટ ટીવી દ્વારા શિક્ષણ આપો : સંસદીય સમિતિ

માત્ર ૩૦ ટકા બાળકો સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે : મોટાભાગના રાજ્યોમાં સેટેલાઇટથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે : આવી સ્થિતિમાં બાકીના ૭૦ ટકા બાળકો શિક્ષણથી વંચિત

નવી દિલ્હી તા. ૨ : સમિતિનું કહેવું છે કે માત્ર ૩૦ ટકા બાળકો સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ છે. મોટાભાગના રાજયોમાં, આના દ્વારા જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, બાકીના ૭૦ ટકા બાળકો શિક્ષણથી વંચિત છે.

હાલમાં સમિતિએ રાજયોને આ મામલે જવાબદાર ગણાવી છે. આ સાથે, ઉત્ત્।ર પ્રદેશ, બંગાળ સહિત લગભગ અડધો ડઝન રાજયોના શિક્ષણ સચિવોને બોલાવવામાં આવ્યા છે. શુક્રવારે શિક્ષણ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. પ્રસાર ભારતી અને ઈસરોના અધિકારીઓને પણ આમાં બોલાવાયા છે. સમિતિનું માનવું છે કે રાજયો કોરોના સમયગાળા દરમિયાન તમામ બાળકોને શિક્ષણ આપવા માટે વધુ સારી કામગીરી કરી શકે છે. આ કિસ્સામાં, સમિતિએ ગુજરાત અને ઓડિશામાં બાળકોને શિક્ષણ આપવા માટે સેટેલાઇટ ચેનલોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ઉદાહરણ ટાંકયું છે. આ સાથે, બધા રાજયોને સમાન લાઇન પર પ્રયાસ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ તમામ રાજયોને આવું કરવા સૂચન આપી દીધું છે. જોકે રાજયોએ તેના પર વધારે ધ્યાન આપ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે ઓનલાઇન અભ્યાસમાં શિથિલતા પર રાજયો પાસેથી પ્રશ્નો અને જવાબો પણ પૂછી શકાય છે. સમિતિનું કહેવું છે કે આ સેટેલાઇટ ચેનલો ફકત વાર્ષિક બેથી અઢી કરોડના ખર્ચે શરૂ કરી શકાય છે. સમિતિ દ્વારા શિક્ષણ સચિવોને બોલાવવામાં આવેલા મુખ્ય રાજયોમાં ઉત્ત્।ર પ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ જેવા રાજયો શામેલ છે.

(10:09 am IST)