Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંક કૌભાંડ

ઇડીએ જપ્ત કરી ૬૫ કરોડની સુગર મીલ : અજીત પવાર અને તેની પત્ની સાથે જોડાયેલા છે તાર

મુંબઈ તા. ૨ : મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે કાર્યવાહી કરી છે. આ મામલામાં ઈડીએ ૬૫ કરોડ રૂપિયાના મૂલ્યની એક સુગર મીલને સીઝ કરી છે. ઈડીના અધિકારીઓએ ગુરૂવારે સતાતા જિલ્લાના ચિમનગામ-કોરોગામ વિસ્તારમાં સ્થિત જારંદેશ્વર સુગર મીલને અસ્થાયી રૂપે સીઝ કરી છે. આ મામલામાં તપાસ એજન્સી તરફથી આ પ્રથમ કાર્યવાહી છે. આ મામલાના તાર રાજયના ડેપ્યુટી સીએમ અજીત પવાર અને તેના પત્ની સાથે જોડાયેલા હોઈ શકે છે. ઈડીએ આ સંબંધમાં જાણકારી આપી છે કે કથિત મહારાષ્ટ્ર રાજય સહકારી બેન્ક (એમએસસીબી) કૌભાંડના સિલસિલામાં મની લોન્ડરિંગ વિરોધી કાયદો હેઠળ આશરે ૬૫ કરોડ રૂપિયાના મૂલ્યની એક સુગર મીલ અટેચ કરવામાં આવી છે તથા ઉપ મુખ્યમંત્રી અજીત પવાર તથા તેમના પત્ની સાથે જોડાયેલી એક કંપની મામલામાં સંડોવાયેલી છે.

ઈડીએ કહ્યું કે સતારા જિલ્લામાં ચિનમગાંમ-કોરેગાંવમાં સ્થિત રરાંદેશ્વર સહકારી સુગર કારખાનાની જમીન, ભવન, માળખુ, યંત્રો અને મનીનરીને અટેચ કરવા માટે મની લોન્ડિંગ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ અંતરિમ આદેશ જારી કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું કે, ૬૫.૭૫ કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ છે અને આ ૨૦૧૦માં તેની પડતર કિંમત હતી.

ઈડીએ કહ્યું- આ સંપત્તિ હાલ ગુરૂ કોમોડિટી સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ (એક કથિત નકલી કંપની) ના નામે છે અને જરાંદેશ્વર એસએસકેને ભાડા પર આપવામાં આવી છે. સ્પાર્કલિંગ સ્વાઇલ પ્રાઇવેટ લિમિટેડની જરાંદેશ્વર સુગર મીલમાં બહુવિધ હોલ્ડિંગ છે અને તપાસમાં સામે આવ્યું કે પાછલી કંપનીનો સંબંધ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને તેમના પત્ની સુનેત્ર અજીત પવાર સાથે જોડાયેલી એક કંપની સાથે છે.

આ પીએમએલએ કેસ મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EOW) દ્વારા વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. તેની એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એસએસકેને એમએસસીબીને તત્કાલીન અધિકારીઓ તથા ડાયરેકટરોએ ખોટી રીતે પોતાના સંબંધીઓને સસ્તા ભાવે વેચી દીધી અને આવુ કરવા સમયે એસએઆરએફએઈએસઆઈ અધિનિયમ હેઠળ નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. ઈઓડબ્લ્યૂએ હાઈકોર્ટના નિર્દેશ પર એફઆઈઆર દાખલ કરી હતી.

(11:47 am IST)