Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કાનપુરના ગોલ્ડન બાબાએ બનાડાવ્યું 5 લાખનું સોનાનું માસ્ક :કહ્યું- કયારેય નહીં થાય કોરોના

ગોલ્ડન બાબા ઉર્ફે મનોજ સેંગરે સોનાનાં માસ્કને ‘શિવ શરણ’ નામ આપ્યું

કાનપુરમાં રહેતા અને ‘ગોલ્ડન બાબા  તરીકે ઓળખાતા મનોજ સેંગરે 5 લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન માસ્ક બનાવડાવ્યું છે. આ મોંઘા માસ્કને લીધે મનોજ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

તેણે કહ્યું, માસ્કમાં સેનિટાઈઝર સોલ્યુશન છે અને તે 36 મહિના સુધી કામ કરશે. મનોજને પણ બપ્પી લહરીની જેમ સોનાની વસ્તુઓ ખરીદવાનો અને પહેરવાનો ઘણો શોખ છે. આજની તારીખમાં પણ તે 250 ગ્રામ વજનની ચાર સોનાની ચેન પહેરે છે.

માસ્ક ઉપરાંત મનોજ પાસે હનુમાનનું લોકેટ અને માછલી પણ સોનામાંથી બનાવેલી છે. તે રોજ 2 કિલો સોનું પહેરીને બહાર ફરે છે. મનોજના આવા શોખને લીધે કાનપુરવાસીઓએ તેનું નામ ગોલ્ડન બાબા પાડ્યું છે.

ગોલ્ડન બાબાએ કહ્યું, સોનાને લીધે હું ચર્ચામાં પણ આવું છું અને ઘણીવાર મને ધમકીઓ પણ મળે છે. હું દર વખતે સાવચેત રહું છું. મારું ધ્યાન રાખવા માટે મેં બે બોડીગાર્ડ રાખ્યા છે.

(12:29 am IST)