Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પંજાબમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓના મોત

હાલમાં 2961 દર્દીઓ સારવાર હેઠળ : 105 દર્દીઓ વેન્ટિલેટર પર છે

પંજાબમાં કોવિડ -19 ના 290 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખ 95 હજાર 899 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે.વધુ 15 ચેપગ્રસ્તોનાં મોત સાથે, રાજ્યમાં રોગચાળાને લીધે અત્યાર સુધી જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 16,072 થઈ ગઈ છે. હાલમાં પંજાબમાં 2961 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 105 ખૂબ જ ગંભીર દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ચેપ દર 0.57 ટકા સુધી પહોંચી ગયોછે

(12:00 am IST)