Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જીવીકે ગ્રૂપના ચેરમેન, પુત્ર સામે ૭૦૫ કરોડના ગોટાળાની ફરિયાદ

મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટનું ફંડ સગેવગે કર્યાનો આરોપ : મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના વધારાના ફંડના પૈસા જીવીકે ગ્રૂપે પોતાની બીજી કંપનીઓમાં રોક્યા હતા

નવી દિલ્હી, તા. : જાણીતી બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કંપની જીવીકે ગ્રૂપના ચેરમેન જીવીકે રેડ્ડી અને તેમના પુત્ર સંજય રેડ્ડી સામે સીબીઆઈએ ૭૦૫ કરોડના કથિત નાણાકીય ગોટાળા સંદર્ભે  ફરિયાદ દાખલ કરી છે.

         રેડ્ડી સિવાય સીબીઆઈ દ્વારા મામલામાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાથે બીજી કંપનીઓના અધિકારીઓ સાસામે પણ કેસ કરવામાં આવ્યો છે. તમામ લોકો પર ૨૦૧૨ થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો અને ૭૦૫ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સીબીઆઈએ આરોપ મુક્યો છે કે, ૨૦૧૨ થી ૨૦૧૮ સુધીમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના વધારાના ફંડના પૈસા જીવીકે ગ્રૂપે પોતાની બીજી કંપનીઓમાં રોક્યા હતા. રકમ ૩૯૫ કરોડ જેટલી થવા જતી હતી. એટલું નહી પણ મુંબઈમાં કંપની હોવા છતા વધારાના ફંડના પૈસા હેદરાબાદની બેંકોમાં રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીવીકે ગ્રૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બીજી વિદેશી કંપનીઓ સાથે મળીને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામની કંપની બનાવી હતી. જેમાં જીવીકેનો હિસ્સો ૫૦ ટકાથી વધારે છે.

(7:30 pm IST)