Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દવા બનાવતી સનફાર્મા કંપનીના ૧૪ કર્મચારીને કોરોના : કંપની બંધ કરાવતું વહીવટી તંત્ર

જે દવા બનાવાઇ તે પણ બજારમાં વેચાણમાં ન જાય તેવા આદેશો કરાયા

રાજકોટ, તા. ર : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા સ્થિત મલ્ટીનેશનલ કંપની સનફાર્માના ૧૪ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા વહીવટી તંત્રે સનફાર્મા કંપની બંધ કરાવી છે. અનલોકના સમયગાળામાં, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. દાદરામાં આવેલ મલ્ટીનેશનલ કંપની સનફાર્મા કે જે વિવિધ રોગની દવાઓનું ઉત્પાદન કરે છે. સનફાર્મા કંપનીના ૧૪ કર્મીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જ આ કર્મીઓના સંપર્કમાં આવેલાની તપાસ હાથ ધરીને તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી કરાશે. વહીવટી તંત્રને મુંઝવણ એ છે કે કોરોના પોઝીટીવ કર્મીએ દવા બનાવીને પેકીંગ કરી હશે તે દવા બહાર બજારમાં વેચાણ અર્થે ના જાય તેની પણ સુચના કંપનીને આપી દેવાઇ છે.

વહીવટી તંત્રને બીક છે કે સનફાર્માના ૧૪ કર્મીઓ સુપરસ્પ્રેડર સાબિત ના થાય.

(4:14 pm IST)