Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચીન કયારે સુધરશે ?

યુનોમાં ડ્રેગનને તમાચો : ભારત વિરોધી પગલાને જર્મની - અમેરિકાએ અટકાવ્યો : બાજી ઉંધી વળી

નવી દિલ્હી તા. ૨ : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઇકાલે સાંજે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે તેના એક પ્રેસ વકતત્વને અમેરિકાએ અંતિમક્ષણોમાં તેનો વિરોધ દર્શાવીને તેને રોકી દીધું. જો કે ચીને સોમવારે કરાચી સ્ટોક એક્ષચેન્જમાં થયેલા ત્રાસવાદી હુમલાની ટીકા કરીને ભારત વિરૂધ્ધ તેની આ ચાલ ચાલી હતી.

પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ - અલગ દેશો દ્વારા વિરોધ દર્શાવાથી તેને ઝાટકો લાગ્યો છે. આ પ્રેસ વકતવ્યમાં મોડું કરાતા અમેરિકા બીજો દેશ હતો તે પહેલા જર્મનીએ મંગળવારે આ નિવેદનને બહાર પાડવાના કેટલીક મિનિટ પહેલા તેમનો વિરોધ દર્શાવીને તેને રોકાવી દીધો હતો. બંને દેશોનું આ પગલું ભારતની સાથે તેના મજબૂત સંબંધો તરફથી એક શાંત ઇશારો છે.

તે પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરાચી સ્ટોક એક્ષ્સચેન્જમાં થયેલા આ હુમલાનો આરોપ ભારત પર લગાવ્યો હતો. આ હુમલામાં ચાર સુરક્ષા ગાર્ડ, એક પોલીસ અધિકારી અને ૪ ત્રાસવાદીઓ સહિત ૯ના મોત થયા હતા.

ચીન આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યકત કરીને પાકિસ્તાનની સાથે તેમના મજબૂત સંબંધોને દર્શાવાના હેતુથી આ ડ્રાસ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને યુએનએસસીના નિયમો મુજબ મુજબ ન્યૂયોર્કના સ્થાનીક સમયાનુસાર જો કોઇ પણ સભ્ય સાંજે ૪ વાગ્યા સુધી તેના પર વિરોધ નહી કરે તો કરાર પાસ ગણાશે.

(4:00 pm IST)