Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આર્થિક સંકટ સમાપ્ત થવાનું નામ જ નથી લેતુ

લોકડાઉનમાં પપ લાખ લોકોએ PFમાંથી પૈસા ઉપાડયા

ગુજરાતમાં ૮ લાખ લોકોએ પોતાના નિવૃતિના ભંડોળમાંથી પૈસા ઉપાડયા

નવી દિલ્હી, તા.૨: દેશના કરોડો લોકોની સામે સંકટની સ્થિતિ ઉભી છે. દ્યણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. દ્યણાનો પગાર કાપી લેવામાં આવ્યો છે. લોકો પર આર્થિક દબાણ વધાર્યું છે. નોકરી અને પગાર ગુમાવવાને કારણે, લોકોની સામાન્ય જરૂરિયાતો પૂરી થતી નથી. આવી સ્થિતિમાં લોકોને તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા ૩ અઠવાડિયામાં ૧ લાખથી વધુ લોકોએ તેમના નિવૃત્તિ બચત ભંડોળમાંથી પૈસા પાછા ખેંચી લીધા છે.

લોકડાઉન પ્રતિબંધ હોવા છતાં વિભાગે ૫૫ લાખથી વધુ દાવાની પતાવટ કરી. ઇપીએફઓમાંથી પૈસા પાછા ખેંચવાનો સમયગાળો ૩૦ જૂન ૨૦૨૦ ના રોજ સમાપ્ત થયો છે. જેમાં ગુજરાતમાં ૮ લાખ લોકોએ પોતાનું પીએફ ઉપાડી લીધું છે. હજું ખતરનાક દિવસો આવી રહ્યા છે. ગુજરાતમાં ૨૦ લાખ લોકોએ પોતાની પીએફની રકમ ઉપાડી લેવી પડે એવી સ્થિતી હવે પછીના મહિનામાં આવી શકે છે. જોકે, આ તો અંદાજો છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના આંકડા જણાવે છે કે લોકડાઉન દરમિયાન, છેલ્લા ૩ મહિનામાં દ્યણા લોકોએ તેમની પાસેથી પૈસા ઉપાડવા માટે અરજી કરી છે. છેલ્લા ૩ અઠવાડિયામાં ૧ લાખથી વધુ લોકો પૈસા પાછા ખેંચી લીધા છે. ૧ એપ્રિલથી ૫૫ લાખથી વધુ લોકોએ પૈસા પાછા ખેંચ્યા છે. એકસાથે ૫૮ લાખ દાવાની પતાવટ કરવામાં આવી છે. આ દાવાઓના સમાધાન દ્વારા ઇપીએફઓએ ૧૫ હજાર કરોડ જાહેર કર્યા છે. ૯ જૂનથી ૨૯ જૂન વચ્ચે, ૨૦ લાખ લોકોએ તેમની બચત પાછી ખેંચી લીધી છે. આ આંકડો આદ્યાતજનક છે. કારણ કે ભારત સરકારે ૩૧ મે પછી લોકડાઉનને દૂર કરીને ૧ અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. છતાં, તેના લોકોની આર્થિક જરૂરિયાતો પૂરી થતી નથી.

૧૫ હજાર રૂપિયા કે તેથી ઓછા પગાર ધરાવતાં લોકોની નોકરી જવાથી બચત વાપરી

નોકરી જવાના કારણે અને મંદીના કારણે જ સૌથી વધું પૈસા ઉપાડીને પોતાનું દ્યર ચલાવવું પડ્યું છે. ૧૫ હજાર રૂપિયા કે તેથી ઓછા પગાર ધરાવતાં લોકોની નોકરી જવાથી અથવા પગારમાં દ્યટાડો થવાની સ્થિતિમાં આ જ વર્ગના વધુ લોકો ઇપીએફઓ ખાતામાંથી પૈસા ઉપાડે છે. આ વર્ગ કટોકટીના સમયમાં પોતાનું ગુજરાન ચલાવવામાં અસક્ષમ છે. ઇપીએફઓએ પીએફ ખાતામાંથી ૭૫્રુ સુધીના ભંડોળ પાછું ખેંચવાની મંજૂરી આપી હતી. પૈસા ઉપાડનારાઓમાં ૨૪% એવા લોકો હતા જેઓ ૧૫ થી ૫૦ હજાર રૂપિયાના માસિક આવક ધરાવતાં હતા. ૫૦ હજારથી વધુ પગારવાળા વર્ગનો આંકડો માત્ર ૨%હતો.

(4:00 pm IST)