Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રેલ્વે વધુ ૯૦ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરશે : ગુજરાતને ૭ ટ્રેનો ફાળવાઇ : પોરબંદર માટે બે ટ્રેનો આપશે

રાજકોટ તા. ર :.. ભારતીય રેલ્વે જલ્દી જ ૯૦ નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી શકે છે. સુત્રો પ્રમાણે, રેલ્વેએ આ માટે તેની મંજૂરી માટે ગૃહ મંત્રાલયને ટ્રેનનું લીસ્ટ મોકલી દેવામાં આવ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે, આ ટ્રેનો આવનારા સપ્તાહ સુધીમાં શરૂ થઇ શકે છે. આ ટ્રેનોમાં ૧ર૦ દિવસ પહેલા યાત્રાની ટિકીટ બુક કરી શકાશે. સાથે જ ટ્રેનમાં તત્કાલ કોટામાં પણ કેટલીક સીટો રાખવામાં આવશે. એટલે કે ટ્રેનમાં તત્કાલ બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

મુસાફરોએ ગાઇડ લાઇનનું કરવુ પડશે પાલન

આ સ્પેશ્યલ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે રેલ્વે વિભાગ તરફથી કોરોનાથી બચવા માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

જેનું મુસાફરોએ પાલન કરવું પડશે. એટલે કે, મુસાફરોએ માસ્ક લગાવીને ચાલવું પડશે, ટ્રેનની અંદર સ્વચ્છતાનું પાલન કરવું પડશે. ટ્રેનોમાં બેડ રોલ, ચાદર, ટુવાલની વ્યવસ્થા નહીં હોય અને મુસાફરોને સોશ્યલ ડીસ્ટન્સીંંગનું પાલન કરવું પડશે. આ પહેલા રેલ્વેએ ૧ર મે થી ૩૦ સ્પેશ્યલ રાજધાની એકસપ્રેસ ટ્રેન અને ૧ જૂનથી ર૦૦ મેલ ટ્રેન ચલાવી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, રેલ્વે તરફથી જે ૯૦ નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ થવાની છે તેમાંથી ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળશે.

ગુજરાતને મળશે કેટલી ટ્રેનો

* દિલ્હી સરાય રોહિલ્લી-પોરબંદર એકસ.

*મુઝફફરપુર-પોરબંદર એકસપ્રેસ

* વડોદરા-વારાણસી-મહામાના એકસપ્રેસ

*ઉઘના-દાનાપુર એકસપ્રેસ

*સુરત-મુઝફફરપુર એકસપ્રેસ

*વલસાડ-હરિદ્વાર એકસપ્રેસ

*વલસાડ-મુઝફફરપુર એકસપ્રેસ

(3:58 pm IST)