Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

હાઈ લેવલ કમિટીએ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

સરકારી સમિતિએ પોતાની બેઠકમાં નિર્ણંયને મંજૂરીની મહોર મારી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટીએ પણ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ કમિટીમાં ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય, ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સિવાય CERT-Inના પ્રતિનિધિઓ પણ સામેલ છે.

કેન્દ્ર સરકારની સમિતિએ પણ 59 ચીની એપ્સ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર મહોર મારી દીધી છે. આ એપ્સની ડેટા શેર કરવાની કાર્યપ્રણાલીને ધ્યાનમાં રાખીને આઈટી અને ઈલેક્ટ્રોનિક સચિવે પોતાના ઈમરજન્સી અધિકારનો પ્રયોગ કરીને પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. સરકારી સમિતિએ  પોતાની બેઠકમાં પણ આ નિર્ણયને યોગ્ય ગણ્યો છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે ચીની એપ્સ પર વચગાળાનો પ્રતિબંધ મુકાયો છે. હવે અંતિમ નિર્ણય લેવાય તેના પહેલા આ ચીની એપ્સના પ્રતિનિધિઓને સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરવા એક તક મળશે. જાણવા મળ્યા મુજબ એક સપ્તાહની અંદર આ કંપનીઓના પ્રતિનિધિ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

(12:14 pm IST)