Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમારી પ્રાયોરીટીમાં ભારત સામેલઃ જો બિડેન

ભારત અમારૂ નેચરલ પાર્ટનરઃ રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ભારતને પ્રાથમીકતાઃ ટ્રમ્પ ઉપર ગંભીર આરોપો

વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટના પ્રબળ ઉમેદવાર તથા ઉપરાષ્ટ્રપતિ જો બિડેને જીત બાદ ભારતને પ્રાથમિકતા જણાવી છે. તેણે કહ્યું કે, જો નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતીશ તો બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવશે.

 આ ઉપરાંત તેમણે ભારતને અમેરિકાનું નેચરલ પાર્ટનર ગણાવ્યું હતું. એક વર્ચુઅલ ફંડ રેઝર ઈવેન્ટમાં અમેરિકા-ભારત વચ્ચે સંબંધો અંગે સવાલ પૂછવા પર તેમણે કહ્યું, 'અમારી સુરક્ષા માટે પાર્ટનર તરીકે ભારતની જરૂર છે અને તેમની પણ સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ છે.'

તાજેતરમાં બિડેને પોતાના કેંપેનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કોવિડ-૧૯ના કારણે ફેલાયેલી મહામારીને કંટ્રોલ કરવાને લઈ ટ્રમ્પ સરકારને અસફળ સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને સફેદ ઝંડો લહેરાવ્યો ચે. તેમણે યુદ્ઘનું મેદાન છોડી દીધું છે.

 વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે સવારે સુધીમાં વધીને ૨૭ લાખ ૭૮ હજાર પાર થઈ ગઈ છે. કુલ ૧ લાખ ૩૦ હજાર ૭૮૯ લોકોના મોત થયા છે. જયારે ૧૧ લાખ ૫૯ હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના ૪૧ ટકા છે. ૧૪ લાખ ૮૭ હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના ૫૪ ટકા છે.

(12:52 pm IST)