Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મેકિસકોના વ્યસનમુકિત કેન્દ્રમાં ગોળીબાર : ૨૪ના મોત

૭ને ગંભીર ઇજા : હુમલાખોરોનો બેફામ ગોળીબાર

મેકિસકો તા. ૨ : મેકિસકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેકિસકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુકિત કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.

સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુકિત કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા. અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્વવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.

મેકિસકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેકિસકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુકિત કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ૨૪ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુકિત કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા. અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્રવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.

(11:32 am IST)