Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

Pokમાં ૨૦ હજાર પાક. સૈનિકોને મોકલવાનો દાવો પોકળ? ભારત ઉપર પ્રેસરમાં લાવવા ચીનની ખંધી ચાલ?

ભુજ તા. ૨ : પાકિસ્તાન દ્વારા તેના કબ્જા હેઠળના કાશ્મીર (ભ્ંધ્)નાંઙ્ગ ગિલગીટ અને બાલ્ટીસ્તાન વિસ્તારમાં વીસ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હોવાનાં મીડિયા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારતીય સેનાનાં કાશ્મીર સ્થિત સૂત્રોએ આ સમાચારોને મોટા ગપગોળા સમાન ગણાવ્યા છે. હાલમાં પાકિસ્તાનની સેના બલુચિસ્તાન અને ખૈબર પખતુનમાં 'ઓપરેશન અલ મિઝાન' હેઠળ તૈનાત છે તેવામાં આટલી મોટી મુવમેન્ટ શકય નથી તેવું સૂત્રોએ જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ થકી ભારતનાં લોકોને આ પ્રકારની વાતથી ગભરાવી સરકાર ઉપર પ્રેસર લાવવા માટે ચીન ભારતીય મીડિયાનો ઉપયોગ કરી રહ્યું હોવાનો દાવો પણ સૂત્રો કર્યો હતો.

કાશ્મીર સ્થિત ઇન્ડિયન આર્મીનાં એક સિનિયર ઓફિસરે પાસે આવેલા પાકિસ્તાનની સેનાની બે ડિવિઝન મોકલવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. આર્મીનાં આ ઓફિસરે એવું જણાવ્યું હતું કે, એક સાથે પાક. આર્મીને આટલી મુવમેન્ટ કરવી હોય તો ઓછામાં ઓછી પાંચ હજારથી વધુ વાહનો જોઈએ. કોઈપણ જાતની નોટિસ વિના આ પ્રકારની મુવમેન્ટ આ એરિયામાં શકય જ નથી. ટ્રુપ્સ સહિત આર્મ્સ-એમ્યુનેશન (મોટા ભારે શસ્ત્રો)ના આ પ્રકારનાં લોજિસ્ટિક મુવમેન્ટ માટે એટલી જગ્યા પણ ન્ંઘ્ પાસે આવેલા ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં નથી. ત્યારે આ પ્રકારનો જંગી લશ્કરી જમાવડો પાકિસ્તાન માટે શકય નથી તેવું ભારતીય સેનાના સુત્રોનું કહેવું છે.ઙ્ગ

આ ઉપરાંતઙ્ગ શ્રીનાગરની પાસે આવેલા ન્ંઘ્ નજીકનાં કિશનઘાટી રોડ ઉપર ભારતીય સેનાનું પ્રભુત્વ છે ત્યારે આવી નાપાક મુવમેન્ટ થાય તે શકય ન હોવાનો ભારતીય સેનાનાં કમાન્ડર કક્ષાનાં ઓફિસરે દાવો કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, પાકના કબ્જાવાળા ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં પાકિસ્તાને વીસ હજાર જેટલા સૈનિકોવાળી બે ડિવિઝન ઉતારી છે તથા ભારતને બે મોરચે ઘેરવા માટે ચીન અને પાકિસ્તાન આ પ્રકારે બોર્ડર ઉપર ડીપ્લોયમેન્ટ કરી રહ્યું છે તેવા અંગ્રેજી મીડિયામાં રિપોર્ટ આવતા આ મામલે ખાસ્સી એવી ચર્ચા શરૂઙ્ગ થઈ ગઇ છે.

(11:31 am IST)