Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૨૦૨૦-૨૧માં લોકો ઘરની બહાર નીકળી નહિ શકે : સ્વ. બાબુભાઇ ઠક્કરે ૨૦૧૬માં આગાહી કરી હતી

મોરબીના ગાયત્રી ઉપાસક બાબુભાઇ સદેહે હાજર નથી, પણ તેઓના શબ્દો ૧૦૦ ટકા સાચા પડી રહ્યા છે : 'અકિલા'માં આગાહી પ્રકાશિત થઇ હતીઃ ગુજરાતમાં ભાજપની બેઠક ઘટશે, પણ સરકાર ભાજપની રચાશે... આ આગાહી પણ સાચી પડી હતી : બાબુભાઇએ ખુદના મૃત્યુની આગાહી પણ કરી દીધી હતી : મનમોહનસિંઘ - અમિતાભની કુંડળી જોવાની ના પાડી દીધી હતી : સાધનાનું ઊંડાણ અને ચિંતનની ઊંચાઇ ગજબ હતા

દુનિયાનો ચોરો કદી ખાલી રહેતો નથી. સૌરાષ્ટ્ર શૂરવીરો, સંતો, દાનવીરો અને પારકી છઠીના જાગતલ લોકો ની ભૂમિઙ્ગ છે. સમયાંતરે સમાજને જાગૃત રાખતા સંતો સૌરાષ્ટ્ર પર આવતા રહે છે અને પોતાનું કર્તવ્ય પૂર્ણ થતાં વિદાય લે છે. આવુંઙ્ગ એક ચિંથરે વિંટ્યું રતનઙ્ગ અને અકિલા એ પ્રકાશમાં લાવેલું રત્ન એટલે મોરબીના ગાયત્રી ઉપાસક શ્રી બાબુભાઇ ઠક્કર. આજે તેઓઙ્ગ સદેહે હાજર નથી છતાં આજે પણ તેમની અલૌકિક આગાહીઓ દ્વારા આપણી વચ્ચે જીવંત છે.ઘણી સચોટ આગાહીઓ કરી અને અકિલાએ જાહેર પણ કરી પરંતુઙ્ગ દુનિયામાં કંઇક એવું અઘટિત બનશેઙ્ગ તેનીઙ્ગ સચોટ આગાહી ૨૦૧૬ - ૧૭ માં તેમણે કરી, અકિલાએ છાપી પણ ખરીઙ્ગ અનેઙ્ગ ૨૦-૨૧ માં લોકોઙ્ગ ઘરની બહાર પણ નીકળી શકશે નહીં તેવી તેમની સ્પષ્ટઙ્ગ આગાહી આજે સાચી પડી રહી છે ત્યારે અકિલા બાબુ ભાઈ ઠક્કર ને પુનઃ તેમનીઙ્ગ આર્ષવાણી માટે યાદ કરી રહ્યું છે , કેમકે તેમણે કહેલા શબ્દો ભયાવહ વર્તમાન બની રહ્યા છે. દુનિયા આખીમાં એક કોરોના સિવાય કોઈ વાત નથી. માનવજાતના ઇતિહાસમાં એવુ પ્રથમ વાર બન્યું છે કે ૬૫૦ કરોડ લોકો સૂનમૂન બની ઘરમાં બેસી રહ્યા છે. કોરોના પ્રશ્ને દુનિયાની વિશ્વ સત્તાઓ એકબીજા સામે ઘુરકી રહી છે. સરકારો ધીમી પડી રહી છે.ઙ્ગ ૧૯૨૯ ની અમેરિકાની મહામંદી કરતા પણ વધુ ઘેરા સંકટ તરફ દુનિયા જઈ રહી છે તેવું હવે નિષ્ણાતો કહે છે અને કોરોના સાથે જીવતા શીખવાની સલાહો અને કોરોના એમ ઝડપથી નહિ જાય અને ૨૧ સુધી આ અદ્રશ્ય રાક્ષસ આપણી સાથે રહેવાનો જ છે તેવુંઙ્ગ દબાતા અવાજે કહી રહ્યા છે તેજ વાત બાબુભાઈએ કહી હતી તેવું હવે સ્પષ્ટ દેખાય છે.ઙ્ગ હવે પછી શું વિશ્વમાં બનશે,હવે પછીનું વિશ્વ કેવું હશે? સામાજિક, રાજકીય, આર્થિક અને જે દિશામાં વિશ્વ જઈ રહ્યું હતું તેના બદલે હવે પ્રવાહ કંઇ રીતે પલટાશે? તેની કેટલીક રસપ્રદ વિગતો સાથે બાબુભાઈ જેવી હસ્તી આપણી સાથે હતી અને આપણે તેમને યોગ્ય રીતે જાણીએ તે પહેલા તો તેમણે વિદાય પણ લઈ લીધી અને સાવ સામાન્ય દેખાતી વ્યકિતઓ પણ કેવી ઊંચી આઘ્યાત્મિક ઉંચાઈઓ પ્રાપ્ત કરીને જીવન સફળ કરવા સાથે અન્યનું પણ કલ્યાણ કરે છે તેની ઝલક આપવાનો પણ આશય છે. કોરોના મહામારી, તેની અસરો, પ્રશ્નો, તંત્રની મથામણ અને

કોરોના ના વિશ્વવ્યાપી પડઘાઓ થી વાચકોઙ્ગ સુપેરે પરિચિત થાય તેવો પણ અકિલા નો આશય છે.આ મહામારી ના પરિણામો ચોંકાવનારા આવનાર છે તે પણ નક્કી છે.

દુનિયાની મહાસત્તાઓ લથડી ગઇ છે અને જે દેશનો સૂર્ય કદી આથમતો ન હતો તે બ્રિટનમાં કોરોનાના

હાહાકારથી યુકે નો સૂર્ય અસ્ત થઈ રહ્યો છે. કેટલાય દેશોમાં કબરો ખોદવા માટે માણસો નથી. આફ્રિકામાં ગરીબી, કોરોના, ભૂખમરાથી અણધાર્યા બનાવો બનશે. વિશ્વ આજે જે દિશામાં જઈ રહ્યું છે તેનાથી જુદી જ દિશા પકડશે તે પણ નક્કી છે. એશિયા, લેટિન અમેરિકન દેશોમાં લૂંટફાટ, અમેરિકાના મોલમાં તોડફોડ અને માલસામાન માટેના ઝઘડા આવનારા દિવસોનાઙ્ગ દ્યોતક છે.

વિશ્વનું રાજકારણ, અર્થશા સ્ત્ર, શિક્ષણ, વ્યાપાર,ઉદ્યોગની પ્રવર્તમાન પદ્ઘતિઓ અને વ્યવસ્થામાં પણ આમૂલ પરિવર્તન આવશે.જૂની પુરાણી વ્યવસ્થાઓ તૂટીને નવી વ્યવસ્થાઓ અમલમાં આવશે. મોટાભાગના દેશોમાં અર્થ વ્યવસ્થા, કોર્પોરેટ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં તળિયાઝાટક ફેરફારો દેખાશે.

દરેક દેશોના જાહેર વહીવટ, સરકારો અત્યારે તો કોરોના સામેની લડાઈમાં વ્યસ્ત છે.પરંતુ દરેક દેશમાં અલગ અલગ પ્રકારના ફેરફારો નકકી છે. કોરોના વિષે આજે અખબારો, ટીવી અને સોશીયલ મિડીયામાં એટલું બધું આવે છે કે વિશેષ કંઇ અકિલા તરફથી આપવાનું જરૂરી નથી. મુખ્ય મુદ્દો બાબુભાઈ ઠક્કર જેવી પવિત્ર વિભૂતિ આપણી વચ્ચે હતી અને કેવી હતી તેમની આઘ્યાત્મિક પ્રગતિ?ઙ્ગ છતાં મોરબીના નાનકડાઙ્ગ પરામાં રહીને તેઓ કોઈઙ્ગ પ્રચાર કે આડંબર વિના જીવી ગયા. પ્રથમ દ્રષ્ટિએ કોઈ વેપારી કે શિક્ષક દેખાય તેવા બાબુભાઈ પરમ આદ્ય શકિત સાથે સીધા જોડાયેલા હતા. સૌરાષ્ટ્રમાં છેલ્લા દાયકામાં આપણે આવી ત્રણઙ્ગ

વિભૂતિઓ ગુમાવી. તેમણે કોઈ સંપ્રદાય, પંથ કે ભગવા પહેર્યા નહોતા કે કોઈ ટીલા,ટપકા કેઙ્ગ ભભૂતી કે માળાઓ પહેરાવી નહોતી. સફેદ સાદા વ સ્ત્રો, શિક્ષક કે નાના વેપારી જેવો પહેરવેશ અને બોલચાલ છતાં આવા મહાન આત્માઓ સીધા વૈશ્વિક શકિતઓના માલિક હતા અને આ સિદ્ઘિઓ કદી તેમણે જાહેર કરવાનો કોઈ સભાન પ્રયાસ પણ ન કર્યો.ઙ્ગ

ગોંડલના નાથાબાપા, રાણા કંડોરણાનાઙ્ગ દેવું ભગત અને મોરબીના બાબુભાઈ ઠક્કર આ નમ્ર સાધક પરંપરાનાં વાહક થઈને જીવ્યાઙ્ગ અને અનેકને જીવતા શિખવાડી ગયા. કિરીટભાઇ ગણાત્રાનો નાતો

  અધ્યાત્મ, સાધુ-ઙ્ગ સંતો અને અગમ નિગમની બાબતો સાથે કાયમનો માટે રહ્યો છે. એ યોગાનુયોગ છે કે જેવા તમે તેવું તમારું વિશ્વ, એટલે આવાઙ્ગ આવા અલગારી સંતો અને સાધકો પણ કિરીટભાઇને સામેથી જ મળતા રહ્યા છે. આશરે ૨૦૧૫-૧૬ ના સમયગાળામાં અકિલાના જામનગરના પ્રતિનિધિ દ્વારા બાબુભાઈ વિષે થોડી માહિતી મળતાં કિરીટભાઇએ મુલાકાત લીધી અનેઙ્ગ બાબુભાઇનુ વેશ્વિક સત્તા અને પરમ શકિત સાથેનું જોડાણ જોઈ અચંબિત થઈ ગયા. આ મુલાકાતો ચાલતીઙ્ગ            રહી અને પ્રગટ, અપ્રગટપણે બાબુભાઈ કેટલીક વાતો એવી કહેતા ગયા કે જે સમયની સરાણઙ્ગ પર સિદ્ઘ થતી ગઈ. ઘણી આગાહીઓ અકિલા કહેતું ગયું અનેઙ્ગ કેટલીક એવી વાતો પણ હતી જે,ઙ્ગ ઙ્ગજે તે સમયે પ્રસિદ્ઘ કરવાની બાબુભાઇની ઈચ્છા ન હતી.

દા. ત. ગુજરાતમાં છેલ્લી ચુંટણી પછીથીઙ્ગ હવેઙ્ગ પછીની સરકાર ભાજપની હશે પરંતુ સીટો ઓછી થઈ જશે અને મુખ્ય મંત્રી કોઈ બીજા જ હશે,તેવી વાત બાબુભાઈએ કરી હતી પરંતુ મુખ્ય મંત્રી ની આગાહી જાહેર કરવાની વાત અકિલાએ જે તે સમયે બાબુભાઈના આગ્રહને કારણે પડતી મૂકી,અને પછીથી પ્રસિદ્ઘ કરી (તારીખો મૂકશો). ભિષ્મ પિતામહની માફક કદાચ ઈચ્છામૃત્યુને વરેલા બાબુભાઈએ એક સવારે કિરીટભાઇને ફોન કર્યો અને કહ્યું કે આજે હવે તેમનો છેલ્લો દિવસ છે અને હતપ્રભ, શૂન્યમનસ્ક થયેલા કિરીટભાઇને કળ વળે તે પહેલા બપોરે ૨-૩૦ કલાકે પુનઃ ફોન કર્યો કે હવે આ તેમનો છેલ્લો ફોન છે અને બપોરેઙ્ગ ૩-૦૦ કલાકે બાબુભાઈના પુત્રનો ફોન આવે છે કેઙ્ગ બાબુભાઈએ દેહ ત્યાગ કર્યો છે. આવી ઘણી આગાહીઓ છાપ્યા સિવાયની કિરીટભાઈ જાણે છે. આઙ્ગ હતી તેમની તાકાત અને સિદ્ઘિઓ. કદાચ શ્રી કિરીટભાઈ માટે તેમને વિશિષ્ઠ લાગણી હતી. બાબુભાઇની આઘ્યાત્મિક સાધના, જુદીજુદી આગાહીઓ અંગે અકિલા એ એમના જુદા જુદા અંકોમાંઙ્ગ જે વિગતો છાપેલી છે તે વાચકો વેબસાઈટમાં જઇઙ્ગ પાછલા અંકોમાં જઈ તારીખ.... નું અકિલા જોવા વિનંતી છે. પરંતુ સૌથી મોટી આગાહી માણસને ન સમજાય અને વિવશ,ભયભીતઙ્ગ કરે તેવી બાબુભાઈ એ કરી હતી કે ૨૦-૨૧માં લોકો પોતાના ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ ઊભી થશે. શું સ્થિતિ હશે અને એવું શું થશે કે લોકો ઘરમાં કેદ જેવી સ્થિતિમાં રહેશે? તેની કોઈ વિગતે ચોખવટ બાબુભાઈએ કરી ન હતી. પરંતુ ૨૦-૨૧ શરૂ થતાં એવા બનાવો બનવા લાગ્યા કે ધીમે ધીમે જુદા જુદા દેશોમાં લોક ડાઉન થવા લાગ્યું અને હવે સમજાય છે કે બાબુભાઈએ ઊંડા ધ્યાનમાં આંતરચક્ષુથી કેવોઙ્ગ વિકરાળ સમય જોયો હશે કેઙ્ગ તેની ચોખવટ કરવાનું પણ તેમને મન થયું નહિ! સામાન્ય રીતે સંતો કે પવિત્ર જયોતિષી અમંગળ બાબતો કહેતા નથી અને મૌન રહે છે. જયોતિષમાં આવી બાબતોનો સ્પષ્ટ નિષેધ છે.ઙ્ગ

અકિલાએઙ્ગ વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં બાબુભાઇની આ વાતને મહત્વ સાથે છણાવટ કરવાનું વિચાર્યું.ઙ્ગ મુખ્ય બાબત એ છે કે અકિલાએઙ્ગ ઙ્ગઆવા પરમ ગાયત્રી ઉપાસકઙ્ગ આપણી સામે જ છે અને આપણી વચ્ચે જ છે તેને ઉજાગર કર્યા અનેઙ્ગ તેમની ઘણી મુલાકાતો પ્રસિદ્ઘ કરી. બાબુભાઈ અગાઉ મુંબઈ હતા અને પ્રખર જયોતિષી તરીકે મુંબઈના ઉચ્ચ વર્તુળોમાં અને ખાસ કરીને ફિલ્મ સ્ટાર્સ અને રાજકીય આગેવાનોમાં દબદબો ભોગવતા હતા. આંતરિક પ્રેરણા અને ઉર્ધ્વ મનની શકિત થી તેમનું જયોતિષ કથનઙ્ગ સામા લોકોને સ્તબ્ધ કરી દેતું. અમિતાભ બચ્ચનની કુંડળી જોવાની ના પાડી દીધી અને મનમોહનસિંહ કઈ તારીખે વડાપ્રધાન બનશે તેની પણ સચોટ આગાહીઓ બાબુભાઈએ કરી હતી.ઙ્ગ

ક્રમશઃ બાબુભાઈ જયોતિષ કરતા વધુ ઊંચી એવીઙ્ગ ગાયત્રી મંત્ર ની ઉપાસનામાં ઊંડા ઉતરતા ગયા અને જયોતિષ છૂટતું ગયું. આખરે મોરબી સ્થાયી થઈ ફકત ગાયત્રીમય બનતા ગયા. સાંસારિક જંજાળો છૂટતી ગઈ. કિરીટભાઈ સાથેના સંપર્ક પછીથી અવારનવાર તેમની સાથેનીઙ્ગ અચાનક પરાવાણી માં કહેવાતી વાત, આગાહીઓઙ્ગ કિરીટભાઇને અવાચક કરી દેતી.ઙ્ગ

અકિલામાં પ્રસિદ્ઘ થતી તેમની ઔલોકિક બાબતો અકિલા અને વેબ સાઈટ થી કરોડો લોકો સુધી પહોંચતા અકિલાના ફોન ગુંજવા લાગ્યા. સામાન્ય રીતે અકિલાના કાર્યાલય માં અનેક લોકો પોતાના નાના મોટા પ્રશ્નો,સરકારી તંત્ર ની કનડગત કે વિલંબ કે મદદ માટે કિરીટભાઈ પાસે આવતાં જ રહે છે,અલગ અલગ ક્ષેત્ર ના મહાનુભાવો પણ શુભેચ્છા મુલાકાતે આવતા જ રહે છે. ફોન સતત રણકતા રહે છે પરંતુ બાબુભાઇની વિગતો પ્રસિદ્ઘ થતાં જ અલગ પ્રકારના મુલાકાતીઓ અને પ્રશ્નો મોટા પ્રમાણમાં શરૂ થયા. અકિલા માટે આ એક ન ધારેલી સ્થિતિ હતી. છેક અમેરિકા, યુકે,દેશ અનેઙ્ગ ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી બાબુભાઈ ની મદદ અને મુલાકાત માટે અકિલાના વાચકો અને શુભેચ્છકો તરફથી વિનંતીઓ શરૂ થઈ ગઇ. કુટુંબ ,સામાજિક, આર્થિક, અંગત મુંઝવણમાં બાબુભાઈ શું મદદ કરી શકે ? તે માટે કિરીટભાઈ સમક્ષ સતત ફોન આવતાં રહ્યા. અકિલા માટે આ સમયગાળો મુંઝવણનો હતો. બધાને બાબુભાઇની મુલાકાત શકય ન બને, કેમકે તેમની ૮૦+ ઉંમર તથા નાજુક તબિયત જોતાં અનેઙ્ગ તપસ્વીઙ્ગ કક્ષાની વ્યકિત પરેશાન ન થાય તેઙ્ગ પણ જોવું પડે તેમ હતું.ઙ્ગ

કોઈ પણ વ્યકિત ગમે તેવા ઉંચા હોદ્દા, ઉદ્યોગ ધંધો કે સત્તા ધરાવતી હોય તો પણ કુટુંબ,બાળકો, સામાજિક જવાબદારીઓ દરેકને કાંટાની વેદનાનોઙ્ગ અનુભવ કરાવે છે જ. રાજકોટમાં લોકોના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જે તે સમયે કામ કરી ગયેલા અને અકિલા પરિવારના સભ્ય એવા ડો. દિનેશ બ્રહ્મભટ્ટ ને કિરીટભાઈ દ્વારા બાબુભાઇનો સંપર્કઙ્ગ અને કેટલાકઙ્ગ બનાવો, અનુભવોઙ્ગ પછીથી અકિલાના સમગ્ર વાચકોને બાબુભાઇની પ્રચંડ આઘ્યાત્મિક પ્રગતિ અને પરમઙ્ગ શકિતની કૃપા અને એકય નો સાક્ષાત્કાર થાય તે હેતુથી કરેલી વિનંતીનો સાનુકૂળ પડઘો પાડી શ્રી દિનેશ બ્રહ્મભટ્ટ દ્વારાઙ્ગ બાબુભાઈ માટે રસપ્રદ વિવરણ, તેમના સ્વાનુભવ અને મદદ બાબતે,ઙ્ગતેમની પ્રવાહી શૈલીમાં કરેલ છે. અકિલાએ આ લેખ માટે સંપૂર્ણ પેજ ફાળવી બાબુભાઈ શું હતા તે દર્શાવવા નો નમ્ર પ્રયાસ તા.....ના અકિલા ના અંકમાં પ્રગટ કરેલ છે. અકિલાની વેબસાઇટમાં પાછલા અંકોમાં જઈ વાચકો પ્રથમ આ અંકો પ્રથમ વાંચશે તો અમારો બાબુભાઇની સિદ્ઘિઓને રજૂ કરવાનો પ્રયાસ લેખે લાગશે તથા આ વર્તમાન લેખ નો આશય વધુ સારી રીતે આત્મસાત થશે.

પુનઃ મૂળ વાત પર આવીએ તો ૨૦-૨૧ માં કોઈ એવી બાબત કે બનાવ બનશે કે લોકો ઘરની બહાર નીકળી નહિ શકે તે કમનસીબે સાચું પડી રહ્યું છે. આ નિમિત્ત્।ે બાબુભાઈ ની આગાહી સાથે વાચકોને એ પણ જણાવીએ કે બાબુભાઈ એ ૨૦-૨૧ સુધી લોકો બહાર નહિ નીકળી શકે એમ કહ્યું છે તેનો સીધોઙ્ગ અર્થ એ થાય કે કોરોના સામેની આ લડાઇ હજૂ લાંબી ચાલશે. લોકો માનસિક રીતે સજ્જ રહે.કોરોના સાથે જીવતા શીખો વિ. સુફિયાણીઙ્ગ શિખામણો હવેઙ્ગ સરકારી તંત્રો, આંતર રાષ્ટ્રીય સંગઠનો, WHO, તબીબી નિષ્ણાતો, વિ. ધીમે ધીમે અને દબાયેલા અવાજે આજ વાત કહેવા લાગ્યા છે. બાબુભાઇની વાત સાથે અકિલા હવે આજ મુદ્દા પર સરળ ભાષામાં ગંભીર વાત વાચકો સમક્ષ રજુ કરવા જઈ રહ્યું છે કે કોરોના પછીનું વિશ્વ કેવું હશે? દુનિયા માં શું ફેરફારો થશે તેવી વકી છે? અને વિધિ રાજકારણ, અર્થતંત્ર, સમાજ, કુટુંબ,શિક્ષણ, આરોગ્ય અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, યોગ, પ્રાણાયામ, આયુર્વેદ, શાકાહારઙ્ગ અને છેવટે ભારત 'વિશ્વગુરૂ' બનવા તરફ જશે કે કેમ?ઙ્ગ આ સંદર્ભમાં ભારત અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીની શું ભૂમિકા હશે? તેની પણ છણાવટ કરીશું. જયાં જરૂર હશે ત્યાં જે તે વિષયના નિષ્ણાતનો અભિપ્રાય પણ છાપીશું.

અકિલા આ ગંભીર, સમગ્ર માનવજાતને અસર કરતા ઇતિહાસના આઙ્ગ કાલખંડના આ અભૂતપૂર્વ સમયગાળા અને તેની સાથે જોડાયેલીઙ્ગ ઘટનાઓ અને બનાવો પર અસર કરતી આ બાબતોને ઉજાગર કરવા પ્રમાણિક પ્રયાસો કરી રહ્યું છે અને પુનઃ શ્રીઙ્ગ ડો. દિનેશ બ્રહ્મભટ્ટ IAS Retd -ઙ્ગ ઙ્ગઅકિલા સાથે સંકલનથી આ બાબત તેમની કલમથી રજૂ કરશે કેમકે બાબુભાઈનાઙ્ગ કિરીટભાઈ દ્વારા પરિચિત, તેમનાથી અભિભૂતઙ્ગ ઙ્ગઅને છતાં બાબુભાઇને રૂબરૂ ન મળી શકેલા ડો. દિનેશ બ્રહ્મભટ્ટઙ્ગ પોતાના સ્વાનુભવથી વાચકોને જે કંઈ કહેશે તે એક શ્રેષ્ઠ પ્રમાણ બની રહેશે. ડો.દિનેશ બ્રહ્મભટ્ટ સમયાંતરે અકિલામાં લખતા રહ્યા છે.બાબુભાઈ વિષે અગાઉ અકિલા એ સંપૂર્ણ પેજ આપેલ તે ડો. બ્રહ્મભટ્ટ દ્વારા લખાયેલ છે. વાંચન, લેખન, એકાંતપ્રિય અને વિવિધ લોકોઙ્ગ સાથેનો સીધો સંપર્ક અને જાહેર વહીવટના લાંબા અનુભવથી સમૃદ્ઘ તેમની કલમ બાબુભાઇ નિમિત્તે કોરોના પછીના વિશ્વ અને આ મહામારીની બહુ આયામી અસરો વિષે લખશેઙ્ગ અને આ નમ્ર પ્રયાસ બાબુભાઈ ઠક્કરને શ્રદ્ઘાંજલિ સ્વરૂપે ગણવા સાથે આવી ભયાનક મહામારીના સમય પછીની દુનિયા કેવી હશે તેની એક ઝાંખી કરાવવાનો પણ અમારો પ્રયાસ છે. આ લખાણ કયારથી અને કેવી રીતે રજૂ થશે તે તુરંત જણાવતા રહીશું. અકિલાનીઙ્ગ વેબસાઇટ સાથે જોડાયેલા અનેઙ્ગ દેશ, દુનિયામાં ફેલાયેલા ૨ કરોડથી પણ વધુ ગુજરાતીઙ્ગ વાચકોને દેશ, દુનિયા સમક્ષનો આ અકલ્પનીય સમય, પડકાર અને તે પછીના ભવિષ્યની ઝાંખી કરાવવા સાથે સાથે વાચકોની નૈતિક, આઘ્યાત્મિક ઉન્નતિ અનેઙ્ગ જીવનને પોષક અને જીવનને પથ દર્શક બને તેવા દીવાદાંડી સમાન બનાવો, વ્યકિતઓથીઙ્ગ ઙ્ગપરિચિત કરાવવાનો અને વાચકોઙ્ગ સ્વસ્થ, તંદુરસ્ત રહે, ભારતીય સંસ્કૃતિ,યોગ,પ્રાણાયામ, કુદરતી ઉપચાર, શાકાહાર, ઓછા ખર્ચ વાળી આયુર્વેદ, વૈકલ્પિક સારવાર પધ્ધતિઓ અનેઙ્ગ કુદરત, પર્યાવરણ સુરક્ષા તરફ વળે તેવો એકઙ્ગ શુભ સંકલ્પ પણ અમારોઙ્ગ છે.જો કે, જે સલાહ સૂચનોનો અમલ કરાવવા માટે વર્ષોથીઙ્ગ વૈદ્યો, યોગ ગુરુઓ, સરકારી તંત્રો, આઘ્યાત્મિક સર્વજ્ઞઙ્ગ થાકી ગયા હતા તેનો એક ઝાટકે દેશવ્યાપી અમલ શરૂ થઈ ગયો છેઅને ઘરે ઘરે ઉકાળા, કાઢા, પ્રાણાયામ, આસનો અને આરોગ્યમય સાદા ભોજન શરૂ થઈ ગયા છે, તે માટે પણ કોરોના નો આભાર માનવો પડે.

દિવ્યતાનો દરિયો (ભાગ - ૨)

ડો.દિનેશભાઇ બ્રહ્મભટ્ટ

મો. ૯૯૭૮૪ ૦૬૦૪૯

પૂર્વ સહકાર સચિવ અને

પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી

(11:27 am IST)
  • રાત્રે 9-45 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ : છેલ્લી 15 મિનિટથી ધીમીધારે સતત વરસતો વરસાદથી રસ્તાઓ ભીના : દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મોડીરાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી: access_time 10:04 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલ માં કાળ ચક્ર ફરી વળ્યું : ચોથું મોત : જેતપુર નવાગઢ નાં ધીરજભાઈ નાગજીભાઈ પાદરીયા (60 વર્ષ) નો કોરોના એ ભોગ લીધો access_time 6:02 pm IST

  • પોલીસ કેસની તપાસને લઈને ગુજરાત ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણંય : હવે પાંચ વર્ષ કે તેથી ઓછી સજાવાળા કેસની તપાસ પોલીસ અધિકારી હવે પોલીસ કોન્સ્ટેબલને આપી શકશે : કામનું ભારણ ઓછું કરવા અને યોગ્ય તપાસ થઇ શકે એટલા માટે ડીજીપીએ સરકારી ભલામણ કરી હતી અને હવે સરકારે આ નિર્ણંય લીધો છે access_time 10:27 pm IST