Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જૂનમાં જીએસટીની આવક રૂ.૯૦,૯૧૭ કરોડ થઇ

આંકડો ૬૨,૦૦૯ કરોડ રૂપિયા સુધી જ પહોંચ્યો હતો

નવી દિલ્હી, તા.૨: જૂનમાં જીએસટીની આવક વધીને રૂ. ૯૦,૯૧૭ કરોડ થઇ છે. મે મહિનામાં જીએસટી કલેકશનનો આંકડો ૬૨,૦૦૯ કરોડ રૂપિયા સુધી જ પહોંચ્યો હતો.

જૂન, ૨૦૨૦ મહિનામાં ગ્રોસ જીએસટી કલેકશન ૯૦,૯૧૭ કરોડ રૂપિયા થયું છે જેમાં સીજીએસટી ૧૮,૯૮૦ કરોડ રૂપિયા અને એસજીએસટી ૨૩,૯૭૦ કરોડ રૂપિયા, આઇજીએસટી ૪૦,૩૦૨ કરોડ રૂપિયા છે. સેસ ૭,૬૫૫ કરોડ રૂપિયા છે.

કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદત હળવી કરી છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના રિટર્ન જૂન, ૨૦૨૦માં ફાઇલ કરવામાં આવ્યા છે.

(11:19 am IST)