Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઓહોહો.. અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૨,૦૦૦ નવા કેસ

હેલ્થ એકસપર્ટે આપેલી ચેતવણી સાચી પડીઃ કોરોનાએ માથુ ઉચકયું: બ્રાઝીલમાં પણ સ્થિતિ ખરાબ

ન્યુયોર્ક,તા.૨:અમેરિકામાં એક હેલ્થ એકસપર્ટે વ્યકત કરેલી ચિંતા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. મંગળવારે અમેરિકામાં હેલ્થ એકસપર્ટે ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન કરવામાં ના આવ્યું તો અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાની વાત કરી હતી. અમેરિકામાં પાછલા ૨૪ કલાકમાં ૫૨,૦૦૦ કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં વેપાર-ધંધા ફરી શરુ થવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના મુખ્ય એકસપર્ટ ડો. એન્થની ફાઉચે ચેતવણી આપીને કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય નિયમોનું પાલન ના થયું તો અમેરિકામાં એક દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કરતા વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, જયારે ૫.૧૮ લાખ કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. જયારે ૫,૯૩૯,૯૯૪ દર્દીઓ સાજા થઈ ગયા છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણનું મોટું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધી કોરોનાના દર મહિને ૪૦,૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે, અત્યાર તેની ગતિમાં વધારો થયો છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૭૭૯,૯૫૩નાપાર થઈ ગઈ છે, જયારે અત્યાર સુધીમાં ૧૩૦,૭૯૮ લોકોના મોત થઈ ગયા છે.

આ પહેલા ફાઉચીએ આશંકા વ્યકત કરી હતી કે અમેરિકામાં એક દિવસમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ૧ લાખ થઈ શકે છે. તેમણે આ વાત સીનેટમાં સ્કૂલ અને કાર્યસ્થલોને ફરી ખોલવા અંગે સુનાવણી દરમિયાન કરી હતી. કેટલાક રાજયોમાં કોરોનાના કેસ ફરી વધવા અંગે પૂછવા પર તેમણે કહ્યું, 'જો ચોક્કસ પૂર્વાનુમાન નહીં લગાવાય તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે અને તેના કારણે ચિંતિત છું.'

બ્રાઝિલમાં પાછલા ૨૪ કલાકમાં ૪૫,૦૦૦ કેસ સામે આવ્યા છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૪.૫૩ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૧,૦૫૭ લોકોના મોત થઈ ગયા છે સાથે જ અહીં કુલ મૃત્યુઆંક ૫૬૦,૭૧૩ થઈ ગયો છે. બ્રાઝીલ દુનિયાભરમાં કોરોના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બીજા નંબરે છે.

(11:17 am IST)