Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રોજ ૧ લાખ કોરોના કેસોમાંથી ૩૩% બ્રાઝિલના

બ્રાઝિલ-અમેરિકા-રશિયા-ભારતમાં રોજના ૮૦ હજારથી વધુ કેસઃ અમેરિકાએ રેમડેસિવીર દવાનો ૩ મહિનાનો સ્ટોક કરી લીધો

નવી દિલ્હી તા. ર :..  વિશ્વમાં કોરોના કેસનો આંક એક કરોડ ૭ લાખ ઉપર ચાલ્યો ગયો છે ત્યારે દરરોજ ૧ લાખથી વધુ કોરોના કેસ દુનિયામાં રોજ થઇ રહ્યા છે. તેમાં એકલા બ્રાઝિલમાં રોજના ૩ર હજાર આસપાસ પોઝીટીવ કેસ સર્જાય છે. બીજા નંબરે દરરોજના રપ હજાર આસપાસ કેસો સાથે અમેરિકા છે. ત્રીજા નંબરે રશીયા રોજ ૬ થી ૭ હજાર અને ૪થા નંબરે ભારતમાં રોજના ૧૮-ર૦ હજાર કેસ નોંધાય છે.

 

આમ બ્રાઝિલ, યુ. એસ.એ., રશીયા અને ભારત મળી રોજના ૮ર થી ૮૩ હજાર કેસો કોરોનાના થાય છે. વિશ્વના ૧ લાખથી વધુ કેસોમાં માત્ર ૪ દેશોનો આંક ૮૦ હજાર ઉપર છે. આમ ૮૦ ટકા કેસો આ ૪ દેશોમાં થઇ રહ્યા હોવાનું પત્રિકા નોંધે છે.

દરમિયાન અમેરિકાએ કોરોના સામે ખૂબ જ અસરકારક મનાતી 'રેમડેસિવીર' નો ૩ મહિનાનો સ્ટોક ખરીદી લીધો છે.

આ દવા 'રેમડેસિવીર' અમેરિકાની જ કંપની 'ગિલીયડ સાયંસીઝ' બનાવી રહી છે.

લિવરપૂલ યુનિ.ના સીનીયર વિઝીટીંગ રિસર્ચ ફેલો ડો. એન્ડ્રુ હિલ કહે છે કે બ્રિટન માટે આ દવા મેળવવાનો હવે એક માત્ર રસ્તો ભારત અને બાંગ્લાદેશ પાસેથી જીનેરિક સ્વરૂપે આ દવા મેળવવાનો છે. આ દેશમાં 'ગિલિયડ સાયંસીઝ' ની આ દવાની પેટન્ટને માન્યતા નથી મળી

ગિલિયડે ભારત અને પાકિસ્તાનની પાંચ જીનરીક દવા કંપનીઓ સાથે કરેલી સમજૂતીને લીધે ૧ર૭ દેશો માટે દવા બનાવવામાં મદદ મળશે.

(11:17 am IST)