Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નવવધુ પોતાના રૂમમાં જ રહે અથવા કામકાજ ન કરે તો તે ક્રૂરતાનો આધાર નથીઃ કોર્ટે પતિની વિવાહ વિચ્છેદની અરજી ફગાવી

હાઈકોર્ટનો ચૂકાદોઃ સાસરા પક્ષે નવવધુને પરિવારના સ્વરૂપમાં સ્વીકારવી જોઈએઃ નવી પરિસ્થિતિમાં ઢાળવા સમય આપવો જોઈએ

નવી દિલ્હી, તા. ૨ :. દિલ્હી હાઈકોર્ટે પોતાના એક ફેંસલામાં કહ્યુ છે કે જો નવવધુ જો પોતાના રૂમમા રહે અથવા ઘરેલુ કામકાજમાં રૂચી ન લ્યે તો કોઈપણ સુરતમાં પતિ વિરૂદ્ધ ક્રૂરતા નથી. સાથોસાથ વિવાહ વિચ્છેદનો આધાર પણ નથી બનતો.

જસ્ટીસ હિમા કોહલી અને જસ્ટીસ આશા મેમણે પતિ તરફથી દાખલ વિવાહ વિચ્છેદની અરજીને ફગાવી દેતા આ મતલબનો આદેશ આપ્યો હતો. પતિ તરફથી આરોપ મુકવામાં આવ્યો હતો કે નવવધુએ લગ્ન પછી સાસરા પક્ષના સભ્યો પ્રત્યે સારૂ વલણ દાખવ્યુ નથી. ઝઘડા કર્યા છે. સાથોસાથ લગ્ન પછી પતિને પોતાનાથી બધી રીતે દૂર રાખ્યો છે.

હાઈકોર્ટે કહ્યુ છે કે નવા લગ્ન બાદ સાસરા પક્ષની જવાબદારી હોય છે કે તે નવવધુને પોતાની ગણે કારણ કે લગ્ન બાદ નવવધુને નવી પરિસ્થિતિમાં ખુદને જોડવાની હોય છે. જેમા થોડો સમય લાગે છે. સાસરા પક્ષે નવવધુને પરિવારના સ્વરૂપમાં સ્વીકારવી જોઈએ.

(11:14 am IST)