Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પીએમની દાઢી વધી ગઈ છેઃ શું કોઈ સંદેશ છૂપાયેલો છે ?

માર્ચમાં દેશને સંબોધન કર્યુ ત્યારે દાઢી સેટ થયેલી હતીઃ તાજેતરમાં સંબોધન કર્યુ ત્યારે દાઢી વધી ગયેલી જોવા મળી

નવી દિલ્હી, તા. ૨ :. દેશમાં જ્યારે કોરોના વાયરસે પ્રસરવાનું શરૂ કર્યુ તો માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરી એક દિવસના જનતા કર્ફયુની જાહેરાત કરી હતી. આ દરમિયાન ટીવી પર તેઓ સંપૂર્ણ રીતે સામાન્ય રૂપમાં જોવા મળ્યા હતા અને તેમની દાઢી પણ વ્યવસ્થિત રીતે સેટ કરેલી હતી.

લગભગ ૩ મહિના બાદ જ્યારે અનલોક-૨ની જાહેરાત બાદ તેમણે દેશને સંબોધન કર્યુ તો તેમની દાઢી ઘણી વધેલી જોવા મળેલી હતી. એવુ લાગે છે કે તેમણે અનેક દિવસથી પોતાની દાઢી સેટ કરાવી નથી. એવામાં લોકો એવો અંદાજ મુકી રહ્યા છે કે શું વડાપ્રધાન મોદીએ દેશના સામાન્ય લોકોને સંદેશ આપવા માટે પોતાની દાઢી વધારી છે અને સેટ નથી કરાવી.

આવુ એટલા માટે કહેવાય છે કે અનલોક-૨ની જાહેરાત બાદ પણ વડાપ્રધાન મોદીએ લોકોને ઘરની બહાર ઓછી નિકળવા અને બીનજરૂરી ચીજોથી બચવા સલાહ આપી છે. માર્ચથી લઈને જૂનના અંત સુધી તેમણે દેશને સંબોધન કર્યે રાખ્યુ તો આ દરમિયાન રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પણ ૭૦ દિવસ પસાર થયા હતા.

શું લાંબી દાઢી કોઈ સંકેત આપે છે ? અનેક પ્રયાસો બાદ એવુ જાણવા મળે છે કે વડાપ્રધાન લાંબા સમયથી પોતાના હેર ડ્રેસરને નથી મળ્યા. છેલ્લા એક મહિનામાં એક વખત પણ નહિ. અત્રે એ નોંધનીય છે કે અનલોક-૧ની જાહેરાત બાદ સલુન અને વાળંદની દુકાનો રાજ્યોમાં ફરીથી ખુલવા લાગી છે.

પોતાના હેર ડ્રેસરને નહી મળવાનુ કારણ એ નથી કે પીએમ મોદી પોતાના સત્તાવાર નિવાસ સ્થાન ૭-લોકકલ્યાણ માર્ગમાં નથી. જે મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે તે દરમિયાન પીએમ તરીકે તેમને સતત મીટીંગો કર્યે રાખી છે અને અધિકારીઓને મળવાનુ ચાલુ રાખ્યુ છે. આ જ કારણે તેઓ મહિનાઓથી પોતાના હેર ડ્રેસરને નથી મળ્યા કારણ કે હાલ તેઓ પોતાનો બધો સમય મહત્વના કાર્યોમા લગાડી રહ્યા છે.

એવુ પણ માનવામાં આવે છે કે દેશના લોકોને એક સંદેશ આપવા માટે પણ તેમણે આવુ કર્યુ છે. તેમણે લોકોને અનેક વખત અપીલ કરી છે કે જો તેઓ સક્ષમ હોય તો ઘરથી જ કામ કરે. વારંવાર બહાર જઈ દુકાનોએ ન દોડે. લોકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને રૂબરૂ મળવાને બદલે વિડીયો કોલીંગ મળવા જણાવે છે. તેમણે લોકોને એવી પણ અપીલ કરી છે કે જ્યારે તમે ઘરની બહાર નિકળો તો માસ્ક પહેરીને જ નિકળો.

(9:49 am IST)