Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

મુંબઈના ભાગોળે આવેલા નાલા સોપારામાં ૭૨ થી ૭૫ કલાકમાં ૪૦ ઇંચ જેવો અંધાધૂંધ વરસાદ પડ્યો

મુંબઈ : રાત્રે ૯ વાગ્યાના અહેવાલો મુજબ મુંબઈમાં અભૂતપૂર્વ વરસાદ પડી રહ્યો છે ત્યારે મુંબઈની ભાગોળે આવેલ નાલા સોપારામાં આ વર્ષે છેલ્લા ૭૨ થી ૭૫ કલાકમાં ૪૦ ઇંચ (૧૦૦૦મીમી) જેવો અંધાધૂંધ વરસાદ પડી ગયો છે. ગયા વર્ષે નલસોપારામાં ૭૨ કલાકમાં વધુમાં વધુ ૨૨ ઇંચ (૫૫૦ મીમી) વરસાદ પડેલ. આ વર્ષે આટલા જ સમયમાં લગભગ ડબલ વરસાદ પડ્યો છે.

 

રેલ લેવલથહી ૨૦૦ મીમી ઊંચે વોટર લેવલ ચાલ્યું જવા છતાં અને કુદરતના આવા જબ્બર પ્રકોપ વચ્ચે પણ વેસ્ટર્ન રેલવે ટ્રેનો દોડાવવા ભરચકક પ્રયાસો કરી રહ્યાનું વેસ્ટર્ન રેલવેના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે.

(9:48 pm IST)