Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

બેંક ફ્રોડ કેસ

CBIના ૧ર રાજયોના ૧૮ શહેરોમાં દરોડા

નવી દિલ્હી, તા. ર : સીબીઆઇએ આજે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. બેંક ફ્રોડના મામલામાં ૧ર રાજયોના ૧૮ શહેરોમાં પ૦ થી વધુ સ્થળે દરોડા પાડયા છે.

વિવિધ કંપનીઓ/ફર્મ તેના પ્રમોટરો, ડાયરેકટરો અને બેંક અધિકારીઓ સહિતનાઓ સામે ૧૪ જેટલા કેસ નોંધ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે પંજાબ બેંકનું ૧૪૩પ૬ કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું જેણે સૌને ચોંકાવ્યું હતું.

આ દરોડાની કાર્યવાહી આ લખાય છે ત્યારે પણ ચાલુ હોવાનું જાણવા મળે છે.

સીબીઆઇના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આજે દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે બેંક ફ્રોડના ૬૮૦૦ થી વધુ કેસ છે અને તેમાં રૂ.૭૧પ૦૦ કરોડ સંડોવાયા છે.

(3:58 pm IST)