Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

બિહારમાં પણ ગઠબંધનમાં તિરાડઃ ચમકી તાવ મુદ્દે કોંગ્રેસ- આરજેડીનું અલગ-અલગ પ્રદર્શન

લોકસભાની ચૂંટણી બાદ બિહારમાં પણ ગઠબંધનના કાંગરા ખરવા લાગ્યા છે. બિહાર વિધાનસભા સત્ર દરમિયાન આરજેડી અને કોંગ્રેસ નેતા ચમકી તાવને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, પણ બંન્ને પક્ષો અલગ- અલગ પ્રદર્શન કરતા હતા. પહેલા સાથે પ્રદર્શન કરતા. કોંગ્રેસ નેતા પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવેલ કે મોટા મામલે અમે એક- બીજાની રાહ નથી જોતા અને તેવું કરવું જરૂરી પણ નથી. જો ગૃહમાં અરસ-પરસ સમન્વય બને તો ઠીક નહીતર કોંગ્રેસ મજબૂતીથી પોતાનો પક્ષ રાખશે. જયારે આ અંગે આરજેડી નેતા સુબોધ રાયે જણાવ્યું હતુ કે દરેક પાર્ટીને પોતાનું સ્ટેન્ડ હોય છે. રાજદ પણ પોતાનું સ્ટેન્ડ ખુદ જ રાખશે. જે માટે કોઈની જરૂર નથી.

(3:40 pm IST)