Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

સરકારી જમીન પર થતા દબાણો સરકારને સેટેલાઇટથી દેખાશે

ખેતીની જમીન માપણીને અત્યાધુનિક બનાવવા ૧૦૦ નવા ડીજીપીએસ ગોઠવાશેઃ નીતિન પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રઃ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટમાં મહેસુલ ખાતાને લગતી મહત્વની જાહેરાત કરી છે સરકારી જમીન પરના દબાણો સરકાર સેટેલાઇટથી જોઇને પગલા લઇ શકશે.

જમીન અને મિલકતના તમામ પાસાઓ સરળ કરવાની દિશામાં સરકારે આગેકૂચ કરી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મોટાભાગની મંજૂરીઓ ઓનલાઇન કરવામાં આવતા વહીવટ પારદર્શક અને ઝડપી બન્યો છે. જેનો લાભ ગત વર્ષે ૬૩ હજારથી વધુ લોકોએ લીધો છે.

 ખેતીની જમીનની માપણી આધુનિક રીતે તેમજ વિવાદ રહિત થાય તે માટે હાલ ૪૧ ડીફરન્શીયલ ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. જેની સફળતા ધ્યાને રાખીને તેનો વ્યાપ વધારવા ૧૦૦ નવા  DGPS ગોઠવવા રૂ. રપ કરોડની જોગવાઇ.

 આદિજાતિ વિસ્તારના નાંદોદ, તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારા ખાતે સ્ટાફ કવાર્ટ્સ બનાવવા રૂ. ૭ કરોડની જોગવાઇ.

 સરકારી જમીન ઉપર થતાં દબાણોની ઇમેજ સેટેલાઇટના માધ્યમથી કોમ્પ્યુટર ઉપર દેખાય એવી સિસ્ટમ વિકસાવવા પ્રથમ તબકકામાં શહેરી વિસ્તાર માટે રૂ. પ૦ લાખની જોગવાઇ.

(3:31 pm IST)