Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રપ૦૦ મેગાવોટ ક્ષૌર ઉર્જા પ્રોજેકટઃ ખેતીના નવા ૧.રપ લાખ જોડાણ અપાશે

ર૦રરના વર્ષ સુધીમાં ૧૮ લાખ ઘરોમાં પાઇપ લાઇનથી ગેસ પહોંચાડાશેઃ નવા ૩૦૦ સી.એન.જી. પંપ શરૂ કરાશે : જર્જરિત વીજ વાયરો બદલવાની તજવીજઃ ૧૪૦ નવા વીજ સબ સ્ટેશન સ્થાપવાનું આયોજન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર :.. રાજયની જનતાને સતત ગુણવતાસભર વીજ પુરવઠો અને કુદરતી ગેસ કિફાયતી દરે મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. ગ્રીન અને કલીન એનર્જી ઉત્પન્ન કરવાના લાંબા ગાળાના આયોજનને સિધ્ધ કરવાના આશયથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં વધારો કરવા અમારી સરકાર કટિબધ્ધ છે. તેમ નાણામંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

* અત્યાર સુધીમાં રરપ૦ મેગાવોટ જેટલી વીજ ક્ષમતા સૌર ઊર્જા દ્વરા મેળવવા માટે બીડીંગ પ્રક્રિયા પુરી થયેલ છે. જેમાં રાધાનેસડા સોલાર પાર્ક અને ઘોલેરા સોલાર  પાર્ક અને ઘોલેરા સોલાર પાર્કનો સમાવેશ થાય છે.

* પ૦૦ મેગાવોટ જેટલી વીજ ક્ષમતા  પવન ઉર્જા દ્વારા મેળવવા માટેની બીડીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જે પૈકી ર૩૩ મેગાવોટ ક્ષમતાના પ્રોજેકટ કાર્યરત થયેલ છે.

* જેટકોના સબ સ્ટેશનની નજીકમાં આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસીટી કોર્પોરેશન દ્વારા આગામી બે વર્ષમાં રપ૦૦ મેગાવોટ સૌર ક્ષમતાના સોલાર પી. વી. પ્રોજેકટ સ્થાપવાના આયોજન પૈકી ચાલુ વર્ષે રૂ. પ૦૦ કરોડની જોગવાઇ કરેલ છે.

* સમગ્ર દેશમાં નવતર અભિગમ રૂપે ખાનગી જમીનમાં પ૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતા વાળા નાના સોલાર પ્રોજેકટ સ્થાપવા માટેની નીતિ બહાર પાડવામાં આવેલ છે. આવા પ્રોજેકટ દ્વરા ઉત્પન્ન થતી સૌર ઉર્જા જીયુવાયએનએલ દ્વારા ખરીદવામાં આવશે. આ યોજના થકી આશરે બે હજાર મેગાવોટ સૌર ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક છે.

* રાજય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપિત કરવા માટે સરકારી પડતર જમીન ભાડાપટેથી ફાળવવાની નીતિ જાહેર કરવામાં આવેલ છે. જેના થકી આગામી દસ વર્ષમાં આશરે ત્રીસ હજાર મેગાવોટ સ્થાપિત ક્ષમતાનો વધારો થશે. આ પ્રોજેકટથી રાજયને રૂ. ૧ર,પ૦૦ કરોડ જેટલું નવું મૂડીરોકાણ પ્રાપ્ત થશે.

* ચાલુ વર્ષે આશરે ૧ લાખ રપ હજાર કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ. ૧૯૩૧ કરોડની જોગાઇ.

* ખેતીનો ખર્ચ ઘટાડવાના હેતુથી અમારી   સરકાર રાજયના ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પુરો પાડે છે. જેની સબસીડી માટે રૂ. ૬૮ર૦ કરોડની જોગવાઇ.

* ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામુલ્યે વિજળી પુરી પાડવા માટે રૂ. ૬૯ર કરોડની જોગવાઇ.

* સાતત્યપૂર્ણ અને ગુણવતાસભર વિજ પુરવઠો પુરતા દબાણથી મળી રહે તે હેતુથી અમારી સરકારે જૂના જર્જરીત વીજ વાયરોને બદલવાની યોજના, નડતરરૂપ વીજ માળખાના સ્થળાંતરની યોજના, લાંબા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી તથા કિસાન હિત ઉર્જા શકિત યોજના અમલમાં મુકેલ છે.જેના માટે રૂ. ૩પપ કરોડની જોગવાઇ.

* આ વર્ષે ૧૪૦ નવા સબ સ્ટેશન સ્થાપવાનું આયોજન છે. જે ગતવર્ષ કરતાં ૪૦ વધારે છે. આ ૧૪૦ પૈકી સાગરકાંઠા વિસ્તારમં ર૦ તેમજ આદિજાતિ વિસ્તારના અંતરિયાળ ક્ષેત્રોમાં પ૦ નવા સબ સ્ટેશન સ્થાપવામાં આવશે. આ યોજના માટે રૂ. ૪૧૧ કરોડની જોગવાઇ.

* રાજય સરકારની વીજ ઉત્પાદન કરતી કંપની જીએસઇસીએલના એકમોના આધુનિકરણ અને રેટ્રોફીટીંગ માટે રૂ. ૧પ૦ કરોડની જોગવાઇ.

દેશનું સૌથી મોટું ગેસ ગ્રીડ ધરાવતા ગુજરાતમાં અંદાજીત ૧૪ લાખ ઘરોમાં પાઇપ લાઇન દ્વારા પીએનજી જોડાણો આપવામાં આવેલ છે.

* વર્ષ ર૦રર સુધીમાં વધારાના ૪ લાખ સાથે કુલ ૧૮ લાખ ઘરોમાં પીએનજી જોડાણ દ્વારા ગેસ પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

* રાજયમાં પ૪ર સીએનજી સ્ટેશન કાર્યરત છે. આગામી ર વર્ષમાં ૩૦૦ નવા સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશે.

(3:26 pm IST)