Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજ્યના બજેટમાં જળ વ્યવસ્થાપન, ગ્રીન અને ક્લીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને રોજગારી પર મુકાયો ભાર

શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે સૌથી વધુની જોગવાઈ

ગાંધીનગર:નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ  પટેલે આજે વિધાનસભાગૃહમાં 2019-2020ના બાકી રહેલા સમય માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું છે. બપોરે એક વાગ્યે તેઓએ અંદાજપત્ર બોલવાનું શરૂ કર્યું છે.

નીતિન પટેલે કહ્યું કે આ વર્ષના બજેટમાં અને જળ વ્યવસ્થાપન ગ્રીન અને ક્લીન એનર્જી તથા પર્યાવરણ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારના એમ પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર મુક્યો છે.

ખેડૂતોના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારત સરકારે 2000ની મર્યાદા દૂર કરી છે જેથી રાજ્યના બધા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ સર્વગ્રાહી વિકાસ માટે સૌથી વધુ રકમ એટલેકે 30 હજાર 45 કરોડની જોગવાઇ કરી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 10,800 કરોડ ફાળવાયા છે.

કૃષિ તથા ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7,111 કરોડની ફાળવણી થઈ છે. આજે જ જળ સંપતિમાં રાજ્યના બંધોની જાળવણી તથા હજાર નહેર માળખાની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન માટે રૂ. 7,157 કરોડની જોગવાઈ કરાઈ છે.

(2:38 pm IST)