Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ઇલેકિટ્રક વેહિકલ બહુ શાંત હોય છે, સેફટી માટે એમાં અવાજ કરતું મશીન લગાવવાની હિમાયત

નવી દિલ્હી તા. રઃ ફયુઅલની અછત અને પ્રદૂષણની સમસ્યાને નાથવા માટે હવે ઇલેકિટ્રક વાહનોનું ચલણ વધી રહ્યું છે. ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહનો ઓછો અવાજ કરે એ માટે પ્રયત્ન કરવો પડતો હતો, પરંતુ ઇલેકિટ્રક વાહન એટલું સાઇલન્ટ હોય છે કે કોઇ વાહન રસ્તા પર બાજુમાંથી પસાર થઇ જાય તોય ખબર નથી પડતી. આ જ કારણસર સેડટીનો ઇશ્યુ પેદા થયો છે. બ્રિટનની એક ચેરિટી સંસ્થાએ યુરોપિયન યુનિયનને હિદાયત કરી છે કે ઇલેકિટ્રક વાહનો સાવ સાઇલન્ટ ન હોવાં જોઇએ. વાહનમાંથી થોડો અવાજ જરૂર આવવો જોઇએ જેથી રસ્તા પર જતી વખતે આસપાસના લોકોને એને પહેલેથી ખબર પડી શકે. યુરોપિયન યુનિયને પણ આ બાબતનું સૂચન સ્વીકાર્યું છે અને ઇલેકિટ્રક વાહનોના નિર્માતાઓને ઇલેકિટ્રક વાહનમાં એવું મશીન લગાવવાનું કહેશે જેથી મિનિમમ અવાજ વાહનમાંથી આવે જ. આ મશીનને એકોસ્ટિક વેહિકલ અલર્ટ સિસ્ટમ કહેવાશે. આ ગાડી જયારે રિવર્સ જઇ રહી હોય ત્યારે અથવા તો ૧૯ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપથી દોડી રહી હોય ત્યારે આ મશીન ઓન રાખવું અનિવાર્ય હશે. નિષ્ણાતોનું કહેવું છે કે વાહન જયારે ઓછી સ્પીડમાં ચાલતું હોય અથવા તો રિવર્સ થઇ રહ્યું હોય ત્યારે આસપાસમાં લોકો હોવાની સંભાવના વધુ હોય છે એટલે બીજાને સચેત કરવા માટે આ અવાજ કાઢવો અનિવાર્ય છે.

(11:35 am IST)