Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બોલો... પાકિસ્તાની કપડાનું આકર્ષણ ભારતમાં

ગોધરાના વેપારીઓની પ્રથમ પસંદગી કરાચીનું કાપડ, મહિલાઓ સામુહિક રીતે ટ્રેેનમાં જાય છે ખરીદી કરવા

બાડમેર,તા.૨: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી થાર એકસપ્રેસમાં પાકિસ્તાની કપડાની માંગ દિવસેને દિવસે વધવા લાગી છે...ગોધરામાં કરાચીનું કાપડ સૌની પહેલી પસંદગી કહેવાય છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર દર મહિને વેપારીઓ માલ મંગાવી રહયા હોવાથી મહિલાઓ સામુહિક રીતે થાર એકસપ્રેસમાં કરાચી જઇ ખરીદી કરે છે...વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા જ તે વેપારીઓ  દ્વારા થતી હોય છે.સાથે સાથે કપડા લાવવા બદલ મહિલાઓને મહેનતાણું પણ ચુકવવામાં આવે છે.

દરમિયાન એવી પણ ચર્ચા થઇ રહી છે કે, થાર એકસપ્રેસ થકી ભારતમાં કપડા એટલા પ્રમાણમાં આવી રહયા છે કે, રેલ્વેનો સ્ટાફ પણ બે ઘડી વિચારતો થઇ જાય છે.

જાણકારોના કહેવા મુજબ ગોધરાથી અંદાજે ૨૫ થી ૩૦ મહિલાઓ થાર એકસપ્રેસ થકી કરાચી પહોંચી ખરીદી કરી તુરંત જ ટ્રેન મારફત પરત આવી જતી હોય છે.

એવી જ રીતે  કરાચી કપડા ખરીદવા જતી મહિલાઓનું પણ કહેવું છે કે, ગોધરામાં કરાચીના કપડાની માંગ વધતા જ વેપારીઓ પણ મોઢ ેમાંગ્યા ભાવે ખરીદવામાં પાછા પડતા નથી.

વળી, એવું પણ સંભળાઇ રહયુ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે યાત્રી રેલ શરૂ થઇ ત્યારે માંગણી પણ થવા લાગી હતી કે, બન્ને દેશ વચ્ચે વ્યાપારિક સબંધ મજબુત કરી શકાય એમ છે,પરંતુ કોઇ કારણસર માંગણીને નકારી દેવામાં આવી હતી. (૧૬.૪)

(4:00 pm IST)