Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શિમલામાં પ્રવાસીઓને આવવાની કેમ ના પાડો છો ? હાઈકોર્ટે ઉઠાવ્યો સવાલ

મીડીયા રિપોર્ટ સામે કોર્ટે વ્યકત કરી નારાજગી

નવી દિલ્હી, તા. ૨ :. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજય કારોલ અને જસ્ટીસ અજય મોહન ગોએલની હીમાચલ પ્રદેશ હાઈકોર્ટની સ્પેશ્યલ બેંચે શુક્રવારે સીમલામાં પાણીની તંગીના કારણે પ્રવાસીઓએ અહીં આવવાનું ટાળવું જોઈએ એવા મીડીયાના રીપોર્ટો સામે નારાજગી વ્યકત કરી છે. પરિસ્થિતિ ઉપર નજર રાખવા પોતાના ઓર્ડર પર શું પગલા લેવાયા તેની ખાતરી કરવા દૈનિક સુનાવણી કોર્ટ કરી રહી છે. હાઈકોર્ટે કહ્યુ કે વીઆઈપીને કોઈ વધારાની સગવડ ન આપવી તેમજ ગેરકાયદે જોડાણો કાપી નાખવા.

શુક્રવારે સુનાવણીમાં જસ્ટીસ ગોએલે ફોરેન મીડીયા નામના ન્યુઝ પેપરમાં છપાયેલ સમાચાર 'પહાડોની રાણી મુશ્કેલીમાં' ઉપર ખાસ ધ્યાન દોરતા કહ્યું કે, શીમલા પહાડોની રાણી તરીકે જગતભરમાં વિખ્યાત છે તેથી દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે છે. મીડીયાએ પાણીના મુદ્દાને સંવેદનશીલ ન બનાવવો જોઈએ. અમે એમ નથી કહેતા કે ખબર સાચી હોય તો ન છાપવી પરંતુ અહીં પ્રવાસીઓએ આવવા જેવુ નથી તેવો સંદેશ પણ ન જવો જોઈએ.(૨-૫)

(12:00 pm IST)