Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ONGCમાં ૩૧૨ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં ૮૦ કરોડનો ગોટાળો

CBIએ કર્યો ૧૩ વરિષ્ઠ અધિકારી સામે કેસ દાખલ

નવી દિલ્હી તા. ૨ : ઓએનજીસીમાં ૩૧૨ કરોડના કોન્ટ્રાકટ આપવામાં ૮૦ કરોડના ગોટાળાના આરોપસર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી)ના ૧૩ વરિષ્થ અધિકારીઓ વિરૂદ્ઘ કેસ દાખલ કર્યો છે.આ કેસ એક ખાનગી કંપનીને કોંટ્રાકટ આપવાના મામલે કથિત રીતે અનિયમિતતા દાખવવા બદલ કરવામાં આવ્યો છે.ઙ્ગઙ્ગ

અધિકારીઓ પર ઓએનજીસીની આંધ્ર-પ્રદેશ સ્થિત રાજમુંદરી પ્લાન્ટ માટે ગેસ ડિહાઇડરેશન એકમોના સપ્લાઇ માટે એક ખાનગી કંપનીને કોંટ્રાકટ આપવામાં ગરબડી કરવાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગરબડીના લીધે કંપનીને લગભગ ૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમગ્ર મામલાની જાણકારી આપતાં સીબીઆઇએ કહ્યું કે અધિકારીઓ પર દીપ ઇંડસ્ટ્રીઝ લિમિટેડને ૩૧૨ કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં પદનો દુરઉપયોગ કરવાનો આરોપ છે. તેમણે જણાવ્યું કે આ કોંટ્રાકટના લીધે ઓએનજીસીને ૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.ઙ્ગ

અધિકારીઓ પર ઓએનજીસીની આંધ્ર પ્રદેશ સ્થિત રાજમુંદરી પ્લાન્ટ માટે ગેસ ડિહાઇડરેશન એકમોના સપ્લાઇ માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં ગરબડીનો આરોપ છે. ૮૦ કરોડ રૂપિયાના ગોટાળાના આરોપમાં નોંધવામાં આવેલી પ્રાથમિકી પૂર્વ કાર્યકારી નિર્દેશક ડીજી સાનયાલ, નિર્દેશક (તટીય) અશોક વર્મા અને પૂર્વ ડીજીએમ (ઉત્પાદન) અરૂણ રતન દાસ સહીત અન્યના નામ સામેલ છે.(૨૧.૯)

(11:59 am IST)