Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સિંગાપોરઃ નરેન્દ્રભાઇએ ગાંધીજીની તકતીનું કર્યું અનાવરણઃ શ્રી મરમ્મન મંદીરે દર્શન કર્યા

ચૂલિયા મસ્જિદ, અને ઈન્ડિન હેરિટેજ સેન્ટરની પણ મુલાકાત લેશે

 સિંગાપોરઃ તા.૨, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે સિંગાપોરમાં બીજો અને છેલ્લો દિવસ છે. સિંગાપોરમાં આજે પીએમ મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. આજે તેઓ અહીં ચૂલિયા મસ્જિદ અને ઈન્ડિન હેરિટેજ સેન્ટરની પણ મુલાકાત લેશે. મેટિસ સાથે મુલાકાત કર્યા પહેલા પીએમ મોદી સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગને પણ મળ્યા હતા.

  પીએમ મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી. પીએમ મોદી અને ગોહ ચોક તોંગે સિંગાપોરના ફ્લિફોર્ડ પાયરમાં મહાત્મા ગાંધીજીની તકતીનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ ઐતિહાસિક શ્રિ મરમ્મન મંદીરે દર્શન પણ કર્યા હતા.

    મોદીએ અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. મેટિસ શાંગલી-લા ડાયલોગ્સમાં ભાગ લેવા માટે સિંગાપોર પહોંચ્યા હતા. તાજેતરમાં જ અમેરિકી રક્ષા વિભાગે તેમની પ્રશાંત કમાન્ડનું નામ બદલીને હિંદ પ્રશાંત કમાન્ડ કરી દીધું છે. માનવામાં આવે છે કે, અમેરિકાએ ભારતને મહત્વ આપવામાટે આવુ કર્યું છે. મેટિસ પણ ભારતના સમર્થનમાં હોવાનું માનવામાં આવે છે.

   સિંગાપોરની મુલાકાત પૂરી કરતા પહેલા મોદી સિંગાપોરના ચાંગી નૌસૈનિક બેઝની પણ મુલાકાત કરશે. તેઓ અહીં ભારતીય નૌસૈનિક શિપ આઈએનએસ સતપુડા જોશે. તે સાથે જ ભારતીય અને સિંગાપોરની નૌસેનાના અધિકારીઓ અને સૈનિકોની મુલાકાત કરશે. (૪૦.૫)

(11:53 am IST)