Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે વધુ એક અડચણ : પાલઘરના 70થી વધુ ગામોએ જમીન આપવા કર્યો ઇન્કાર

મુંબઈ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વધુ એક અડચણ ઊભી થઈ છે. માહિતી મળી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ કરવામાં અડચણ આવી રહી છે. મહારાષ્ટ્રના પાલઘરના જિલ્લાના 70થી વધુ ગામના લોકોએ બુલેટ ટ્રેન માટે પોતાની જમીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનનો 110 કિલોમીટર લાબો કોરિડોર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પસાર થવાનો છે.

(11:01 am IST)