Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સટ્ટાબાજીના રેકેટ મામલે ચાર આરોપીની ધરપકડ બાદ અભિનેતા અરબાઝ ખાનને ઠાણે પોલીસે મોકલ્યું સમન્સ

સટ્ટાખોર સોનૂ જાલાન ઉર્ફે સોનૂ મલાડના સટ્ટાબાજી રેકેટ મામલે કરશે પૂછપરછ

નવી દિલ્હીઃ એક સટ્ટાબાજીના રેકેટના પર્દાફાશ બાદ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે આ કેસમાં ઠાણે પોલીસે બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર અરબાઝ ખાનને સમન્સ મોકલ્યું છે હાલમાં અરબાઝ ખાન આ કેસમાં અત્યારે ન તો આરોપી છે ન તો તેની પર કેસ છે. તેને માત્ર સમન મોકલવામાં આવ્યું છે. 

  પોલીસે અરબાઝને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. સમન શુક્રવારની સવારે ખાનના બાંદ્રા સ્થિત નિવાસ પર મોકલવામાં આવ્યું હતું અને તે ઉલ્લેખ કરે છે કે મુંબઈથી ચાલનારા રેકેટ સાથે તેને સંબંધ છે.શરૂઆતી તપાસમાં પોલીસને તેવા સંકેત મળ્યા છે કે અરબાજ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન ઉર્ફે સોનૂ મલાડના સટ્ટાબાજી રેકેટના સંપર્કમાં હતો અને મોટો દાવ લગાવ્યો હતો. 

પોલીસે જણાવ્યા મુજબ તપાસ માટે અરબાઝ ખાનની હાજરીની જરૂર છે. પોલીસે હાલમાં એક સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં 42 વર્ષના એક બુકી સોનૂ જાલાનની ધરપકડ કરવામાં આવી હતી. 

  પોલીસે ડોબિંવલીમાં સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કરતા 4 લોકોની ધરપકડ કરી હતી. શરૂઆતી તપાસમાં તે સંકેત મળ્યા કે આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજીનું રેકેટ ચાલતું હતું. એટલું જ નહીં ડોન દાઉદ અબ્રાહમની ડી કંપનીમાંથી પણ સટ્ટાબાજી રેકેટની લિંક મળતી દેખાઈ રહી છે. 

  આ સટ્ટાખોરોની પૂછપરછમાં સટ્ટા બજારના મોટા બુકી સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, બોલીવુડની ઘણી સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામથી પૈસા લગાવે છે.ત્યારબાજ અરબાઝ ખાનનું નામ પણ સામે આવ્યું છે. આ મામલામાં ઠાણે ક્રાઇમ બ્રાન્ચે અરબાઝ ખાનને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. 

(12:00 am IST)