Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કેન્દ્ર સરકારે મફત 'લંગર' આપનારી સંસ્થા પર જીએસટી પાછો ખેંચ્યો :ટેક્સ પણ પરત અપાશે

ફક્ત ગુરુદ્વારો જ નહીં મંદિરો, ચર્ચ અને મસ્જિદોમાં પણ જી.એસ. ટી પરત કરાશે

નવી દિલ્હી ;કેન્દ્ર સરકારે મફત 'લંગર 'આપનારી સંસ્થાઓ પર જેએસટી પાછો ખેંચ્યો છે અને મફત લંગર આપનારી બધી ધાર્મિક / ચેરીટેબલ સંસ્થાઓ પર લાગતો જી.એસ.ટી પાછો આપવાની પણ સૂચના અપાઈ છે આ અગાઉ પંજાબ સરકાર લંગર ને જીએસટીથી મુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ નિર્ણયથી પંજાબના લોકો ખાસ કરીને શીખ સંગઠન ને રાહત મળી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે માનવતાને જેઓ મફત ભોજન આપવાની સેવા કરે છે તેમના પર કોઈ ટેક્સ નહીં લાગશે.

  કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયમાં પાછળના એક વર્ષમાં લીધેલો જીએસટી ટેક્સ પાછો આપવાની વાત કરી છે.તેના માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કે જેનાથી ગુરુદ્વારો અને ધાર્મિક સંસ્થાઓ તરફથી આજ સુધી ખરીદેલા સમાન પર લેવાયેલો ટેક્સ પણ પાછો આપવામાં આવશે. હવે ફક્ત ગુરુદ્વારો જ નહીં પરંતુ મંદિરો, ચર્ચ અને મસ્જિદોમાં પણ જી.એસ. ટી પરત કરવામાં આવશે.

  કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલએ તેમના ફેસબુક પેજ પર માહિતી આપતાં લખ્યું છે કે, ભારત સરકાર તરફથી લંગર પર લગાવેલ જીએસટીમાંથી મેળવવામાં આવેલી દરેક રકમ પરત આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઘણા મહિનાઓથી લંગર પર લાગેલા જીએસટી ના નિર્ણયથી તેમનું હૃદય અત્યંત દુ: ખી હતું અને તે એક બોજ લાગતો હતો.

 ભૂતકાળમાં અકાલી દળએ જીએસટીને લઈને ભાજપ પર આક્રમક વલણ કર્યું હતું અને લંગરને જીએસટીથી મુક્ત કરવા માટેની માગણી કરી હતી.પરંતુ શાહકોટ ચૂંટણીઓમાં અકાલી દળની હાર બાદ અચાનક આ નિર્ણયને લઇ ચર્ચા કરવાનું શરૂ થયું છે કે ભાજપે પોતાની જનતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.

 પંજાબમાં ભાજપના અકાલી દળ સહયોગી પક્ષ છે. તાજેતરમાં શિરોમણી અકાલી દળ એ લંગર પર લાગેલા જીએસટી નઈ હટાવે તો કેન્દ્ર સરકાર વિરુધ્ધ ઊભા રેહવાની ચેતવણી આપી અને કહ્યું કે જો સરકાર તેમની માંગ પુરી નહિ કરે તો તેમનો પક્ષ તેનો વિરોધ કરશે. અકાલી દળનું કહેવું હતું કે ભાજપના રાષ્ટ્રીય પ્રધાન અમિતભાઈ  શાહ ખાતરી આપવા છતાં લંગર પરથી જીએસટી દૂર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે નવા નિર્ણય સાથે અકાલી દળે પણ રાહતનો શ્વાસ લીધો છે.

(12:00 am IST)