Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

લવરાત્રી ફિલ્મ સામે હિન્દૂ સંગઠનનો ભારે વિરોધ: સલમાનની પીટાઈ કરનારને 2 લાખનું ઇનામ

આગ્રામાં હિન્દૂ સંગઠનના કાર્યકરોનો જોરદાર વિરોધ ;ફિલ્મનું નામ બદલવા માંગ

 

નવી દિલ્હી ;બોલીવુડના અભિનેતા સલમાન ખાનની નવી ફિલ્મ 'લવરાત્રી'નો હિન્દૂ સંગઠન દ્વારા જોરદાર વિરોધ થઇ રહયો છે અનેક હિંદુવાદી સંગઠનોએ ફિલ્મનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો છે. VHPની આગરા યુનિટનાં અધ્યક્ષ ગોવિંદ પરાશરે એવી જાહેરાત કરી છે કે જે વ્યક્તિ જાહેરમાં સલમાન ખાનની પિટાઈ કરશે તેને રૂપિયા 2 લાખનું ઈનામ આપવામાં આવશે.

  VHPનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ બનાવેલા "હિંદુ હી આગે સંગઠન"નાં કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો છે તેમણે એવો આક્ષેપ લગાવ્યો છે કે અમારા પવિત્ર તહેવાર નવરાત્રી પરથી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે.

  યુપીના આગ્રામાં સલમાનની નવી ફિલ્મ લવરાત્રીનો સૌથી વધારે વિરોધ થયો છે હિન્દૂ સંગઠનોએ કહ્યું કે  અમારી આસ્થા સાથે ખિલવાડ થઇ રહ્યો છે. નવરાત્રી અમારો પવિત્ર તહેવાર છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. તેથી ફિલ્મનું નામ બદલાવી દેવું જોઈએ.

   તેઓનું એમ કહેવું છે કે ફિલ્મનું નામ હિંદુઓનાં પવિત્ર તહેવાર નવરાત્રી પરથી રાખવામાં આવેલ છે અને નવરાત્રી અમારો પવિત્ર તહેવાર છે. જેને લઇને અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.

 

(12:00 am IST)