Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતો જળમાર્ગ બનશે:કેન્દ્ર સરકાર 10 હજાર કરોડનું ફંડ ફાળવશે

રાજકોટ :પાકિસ્તાની રેંજરો દ્વારા અવારનવાર ભારતીય માછીમારો પકડવાના અને ભારતીય રેંજરો દ્વારા પાકિસ્તાની માછીમારો પકડવાના બનાવો બનતા રહે છે  હકિકતમાં બંને દેશોના માછીમારો પણ આજ સુધી સમુદ્રી સીમા દ્વિઘામાં . સર ક્રીક 650 વર્ગ કિલોમીટરનો ભારતનો સમુદ્રી વિસ્તાર છે, જેના પર પાકિસ્તાન પોતાનો દાવો કરે છે. સમસ્યાના સમાધાન માટે કેંદ્ર સરકાર દ્વારા કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતો જળમાર્ગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જળમાર્ગ માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કેંદ્ર સરકાર દ્વારા 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતા 590 કિલોમીટર લાંબા આંતરિક જળમાર્ગનું નિર્માણ યોજનાનું આયોજન કરાયું છે. કચ્છના અરબી સમુદ્રમાં આવેલી કોરી ક્રીકથી રાજસ્થાનની જાવઈ અને લુણી નદીને જોડતો આઇલેંડ જળમાર્ગ બનાવવામાં આવશે. અંગે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના જળસંસાધન મંત્રી અર્જુન રામ મેઘવાલે માહિતી આપી હતી.

(12:00 am IST)