Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

પાકિસ્તાની પત્રકારનો મૃતદેહ નદીમાં તરતો મળ્યો

કૂખ્યાત ખૂફિયા એજન્સી આઈએસઆઈ ઉપર શંકાની સોઈઃ બલૂચીસ્તાની અખબારના મુખ્ય પત્રકાર હતાઃ સ્વીડીશ પોલીસે તપાસ શરૂ કરી

સ્ટોક હોમઃ સ્વીડનમાં રહેતા પાકિસ્તાનના નિર્વાસિ પત્રકાર સાજીદ હુસૈનનો મૃતદેહ ઉપાસલા શહેરની ફાઈરિસ નદીમાંથી મળ્યો હતો. સ્વીડન પોલીસ મુજબ બે માર્ચથી ગુમ થયેલ સાજીદનો મૃતદેહ ૨૩ એપ્રીલે મળ્યો હતો. તે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનો નિવાસી હતો અને પોતાના અખબાર દ્વારા સરકારની મનમાની વિરૂધ્ધ અવાજ ઉઠાવતો હતો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પત્રકાર સાજીદની હત્યામાં પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાની શંકા છે. સાજીદને અંતિમવાર સ્ટોકહોમથી ઉપાસલા માટે ટ્રેનમાં જતો જોવાયેલ. તે ૨૦૧૭માં સ્વીડન આવેલ અને બે વર્ષ બાદ તેને રાજકીય શરણ મળેલ.

સાજીદ હુસૈન ઉપાસલાની એક કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા પણ તેઓ બલુચિસ્તાન ટાઈમ્સના મુખ્ય સંપાદક હતા. આ ઓનલાઈન પત્રીકામાં મુખ્યરૂપે બલુચિસ્તાનમાં નશીલા પદાર્થોની તસ્કરી, સુરક્ષા દળો દ્વારા ગાયબ કરવાની ખબરો અને લાંબા સમયથી ચાલતી અરાજકતાની સ્થિીતના સમાચારો મુખ્યત્વે છપાતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સાજીદ સાથે કશુ ખોટુ થવાનું જાણવા મળ્યુ છે. જો કે પોલીસે આત્મહત્યા કે અકસ્માતની શંકા દર્શાવી તપાસ હાથ દરરિ છે.

(2:31 pm IST)