Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

૨૦ દિવસથી ઘેરો સસ્પેન્સ

કિમ જોંગ ફરી સાજા નરવા? શુક્રવારે જાહેરમાં જોવા મળ્યા

પ્યોંગયાંગઃ  ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જે અટકળો થઈ રહી હતી તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. શુક્રવારે કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા હોવાના રિપોર્ટ્સ છે. ઉત્ત્।ર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે કિમ ૨૦ દિવસ બાદ જોવા મળ્યાં છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના જણાવ્યાં મુજબ કિમ જોંગ ઉને સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેકટરી તૈયાર થવાના અવસરે આયોજિત એક સમારોહમાં ભાગ લીધો હતો. આ જગ્યા રાજધાની પ્યોંગયાંગ નજીક છે. આ દરમિયાન કિમની બહેન કિમ યો જોંગ પણ ત્યાં હાજર રહી હતી. જો કે આ સમારોહની તસવીરો હજુ જાહેર થઈ નથી.

 ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને ભાત ભાતના અહેવાલો આવી રહ્યાં છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે હાર્ટ સર્જરી બાદ તેમનું મોત થઈ ગયું. કિમ કયાં છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે તે એક રહસ્ય બની રહ્યું છે. કારણ કે તેઓ  ઓપરેશન પછી ૧૧ એપ્રિલ બાદથી સરકારી મીડિયામાં જોવા મળ્યા નથી. 

ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને થયેલા દાવાની પુષ્ટિ કરવી પણ એક પ્રકારે અશકય છે. કારણ કે ઉત્ત્।ર કોરિયાએ પોતાની જાતને દુનિયાથી અલગ રાખી છે. ત્યાં દરેક ચીજ ગોપનીય રાખવામાં આવે છે. ઉત્ત્।ર કોરિયાના અખબારોએ પણ કિમ જોંગ ઉનની ૧૧ એપ્રિલે લેવાયેલી તસવીર ઉપરાંત કોઈ તસવીર છાપી નથી. તેમણે એ પણ જણાવ્યું નથી કે કિમ બીમાર છે કે નહીં.

(1:00 pm IST)