Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

૧૦ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા

કોરોના વિકરાળ : દેશમાં કોરોનાના કુલ કેસ ૩૭,૩૦૦ને પાર

કુલ મૃત્યુઆંક ૧૨૨૯ : યુપીમાં ૨૪ કલાકમાં ૧૧૭ કેસ : બપોર સુધીમાં ૮૩ નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં કુલ કેસ ૧૧,૫૦૦થી વધુ

નવી દિલ્હી તા. ૨ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૭,૩૦૦ને પાર થઇ છે અને કુલ મૃત્યુઆંક ૧૨૨૯ થયો છે અને ૧૦ હજારથી વધુ સ્વસ્થ થયા છે. બપોર સુધીમાં રાજસ્થાનમાં ૧૨, આંધ્રપ્રદેશમાં ૬૨, કર્ણાટક ૯ એમ કુલ ૮૩ કેસ નવા નોંધાયા છે તેમજ રાજસ્થાનમાં ૩ અને કર્ણાટકમાં ૩ના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં ગઇકાલે સંક્રમણના ૯૫ નવા કેસ નોંધાયા છે તેમજ સંક્રમિતોની સંખ્યા ૨૭૧૫એ પહોંચી છે તેમજ ૧૪૫ના મોત થયા છે.

યુપીમાં ૨૪ કલાકમાં ૧૧૭ નવા પોઝીટીવ કેસ મળ્યા. આગ્રામાં સૌથી વધુ ૪૬ કેસ નોંધાયા. લખનૌમાં ૭ કેસ મળ્યા ત્યાં ૨૧૮ સંક્રમિત છે. યુપીમાં ૪૩ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે ૧૦૦૮ સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૧૧,૫૦૬એ પહોંચી છે તેમજ ૪૮૫ના મોત થયા છે.

રાજસ્થાનમાં ૧૨ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંથી જયપુરમાં ૫, જોધપુર અને ધૌલપુરમાં ૨, જ્યારે કોટા, ચિતોડગઢ અને અજમેરમાં ૧-૧ સંક્રમિત મળ્યા છે. ગઇકાલે ૮૨ દર્દી પોઝીટીવ આવ્યા હતા.

બિહારમાં સંક્રમણના ૪૧ કેસ સામે આવ્યા. બકસરમાં ૧૧, કૈમૂરમાં ૬, રોહગસમાં ૬ અને ભોજપુર અને નાલંદામાં ૧-૧ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૮૪ લોકો સ્વસ્થ થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૪૬૬ થઇ છે.

દિલ્હીમાં ગઇકાલે ૨૨૩ પોઝીટીવ આવ્યા તેથી સંક્રમિતોની સંખ્યા ૩૭૩૮એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૬૧એ પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય

કુલ કેસ

મૃત્યુઆંક

મહારાષ્ટ્ર

૧૧,૫૦૬

૪૮૫

તામિલનાડુ

૨૫૨૬

૨૮

દિલ્હી

૩૭૩૮

૬૧

રાજસ્થાન

૨૬૭૮

૬૫

તેલંગાણા

૧૦૪૪

૨૮

મધ્યપ્રદેશ

૨૭૧૫

૧૪૫

ઉત્તરપ્રદેશ

૨૩૨૮

૪૨

આંધ્રપ્રદેશ

૧૫૨૫

૩૩

ગુજરાત

૪૭૨૧

૨૩૬

કેરળ

૪૯૮

જમ્મુ-કાશ્મીર

૬૩૯

કર્ણાટક

૫૯૮

૨૫

હરિયાણા

૩૫૭

પંજાબ

૫૮૫

૨૦

પ.બંગાળ

૭૯૫

૩૩

બિહાર

૪૬૬

ઓડિશા

૧૫૪

ઉત્તરાખંડ

૫૭

આસામ

૪૩

હિમાચલપ્રદેશ

૪૦

ચંદીગઢ

૮૭

-

છત્તીસગઢ

૪૩

-

લદ્દાખ

૨૨

-

ઝારખંડ

૧૧૩

અંદામાન નિકોબાર

૩૩

-

પોંડીચેરી

-

ત્રિપુરા

-

અરૂણાચલપ્રદેશ

-

મિઝોરમ

-

મેઘાલય

૧૨

(3:23 pm IST)