Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

વરરાજા કેરળમાં અને વધૂ લખનઉમાં: વિડિયો-કોલથી કર્યાં લગ્ન

રાચી તા. રઃ કોરોના વાઇરસે અનેક લોકોનાં લગ્નના પ્લાનને ધૂળમાં ભેળવી દીધા છે. આમાં શ્રીજીત નદેસન અને અંજનાનો પણ સમાવેશ છે. લોકડાઉનની જાહેરાત થઇ ત્યારે વરરાજા કેરળમાં કોટ્ટાયન ખાતે જયારે વધૂ લખનઉમાં તેની મમ્મી અને ભાઇ સાથે ફસાઇ ગઇ હતી. જોકે છેવટે તેમણે વિડિયો-કોલના માધ્યમથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પંડિતોના કહેવા મુજબ આવતાં બે વર્ષ સુધી સારૃં મુહૂર્ત ન હોવાથી તેમનાં લગ્ન પાછળ ઠેલવાં શકય નહોતાં. અંજનાએ જણાવ્યા અનુસાર ૧૮ એપ્રિલે કેરળ જવાની ટિકિટ તેણે કઢાવી હતી, પણ લોકડાઉનને કારણે તમામ ફલાઇટ રદ કરાતાં જઇ શકાયું નહોતું અને પરિવાર લગ્નને પાછળ ઠેલવા નહોતો માગતો એટલે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા લગ્ન સંપન્ન થયાં. બેન્કમાં કામ કરતો નંદેસન અને સોફટવેર એન્જિનિયર અંજનાનાં લગ્ન ટેકનોલોજી અને શાસ્ત્રનું અદ્દભુત મિલન છે. પતિએ વિડિયો-કોલના માધ્યમથી પત્નીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું.ફ હવે આ યુગલ ટ્રાવેલ બેન હટવાની રાહ જુએ છે જેથી તેઓ એકમેકને તેમજ પરિવારજનો અને મિત્રોને મળી શકે.

 

(11:07 am IST)