Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉનને કારણે ભારતમાં રોકાઈ પડેલા વિઝાધારકો ચાર્ટર પ્લેનથી અમેરિકા જશે : નોકરી જવાનો ભય : 100 યાત્રિકો સાથેનું ચાર્ટર પ્લેન 7 કરોડ રૂપિયામાં ભાડે કરશે : ભાગે પડતા પૈસા ચૂકવી અમેરિકા જવાની તૈયારીમાં

ન્યુદિલ્હી : લોકડાઉનને કારણે વતનમાં રોકાઈ પડેલા અમેરિકાના વિઝાધારક ભારતીયો પરત ફરવાની ફિરાકમાં છે.કારણકે તેઓને નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે.
આ વિઝાધારકો અમેરિકાના નાગરિક ન હોવાથી તેમના માટે અમેરિકા તરફથી કોઈ વ્યવસ્થા થઇ શકે નહીં.તેથી તેઓ સ્વખર્ચે પરત ફરવા માંગે છે.જે માટે 100 યાત્રિકો સાથેનું ચાર્ટર પ્લેન 6.7 કરોડ રૂપિયાથી ભાડે કરી શકાય જે માટે ભાગે પડતા પૈસા ચૂકવી નામ લખાવી દેવા સોશિઅલ મીડિયાના માધ્યમથી વહેતા કરાયેલા મેસેજને ભારે પ્રતિસાદ સાંપડ્યો હોવાનું જાણવા મળે છે.

(8:25 pm IST)