Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મધ્યપ્રદેશ:પોલીસ લાઈનમાં ભરતી વેળાએ યુવકોની સામે જ યુવતીઓને અર્ધનગ્ન- મેડિકલ ચેકઅપ કરાયું

યુવતીઓના મેડિકલ પરીક્ષણ દરમિયાન કોઈ લેડી ડોક્ટર કે કોઈ નર્સ પણ હાજર ન હતા

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં અનામત ઉમેદવારોના મેડિકલ પરીક્ષણ દરમિયાન છાતી પર એસસી-એસટી લખવા મામલો ગરમાયો છે ત્યારે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં નવ અનામત ઉમેદવારો સાથે મેડિકલ પરીક્ષણ દરમિયાન એક રૂમમાં યુવક અને યુવતીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન યુવતીઓની સામે યુવકોને અર્ધનગ્ન કરવામાં આવ્યા હતા. એટલું નહીં યુવતીઓના મેડિકલ પરીક્ષણ દરમિયાન ત્યાં કોઈ લેડી ડોક્ટર કે કોઈ નર્સ પણ હાજર હતા.

  જાણવા મળ્યા મુજબ ભિંડ પોલીસ લાઇનમાં 217 મહિલા અને પુરુષોની ભરતી કરવામાં આવી છે. જેમાંથી તમામ ઉમેદવારોનું અલગ અલગ જિલ્લા હોસ્પિટલ્સમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે હોસ્પિટલમાં 39 યુવક યુવતીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 18 યુવતી અને 21 યુવક હતા. તમામને એક રૂમમાં બોલાવવામાં આવ્યા હતા અને અર્ધનગ્ન હાલતમાં રહેલા યુવકોની નજરની સામે યુવતીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. યુવતીઓનું મેડિકલ પરીક્ષણ થઈ રહ્યું હતું ત્યારે વોર્ડમાં એક પણ મહિલા ડોક્ટર કે નર્સ હાજર હતા.

    કેસ સામે આવ્યા બાદ જિલ્લા હોસ્પિટલ તંત્રને અંગે સવાલ કરવામાં આવતા તંત્ર સંતોષકારણ જવાબ આપી શક્યું હતું. કેસમાં સિવિલ સર્જને તપાસના આદેશ આપ્યા છે. સિવિલ સર્જને કેસમાં સંબંધિત લોકોને નોટિસ ફટાકરી છે.

(12:34 am IST)