Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ટેલિકોમ સેક્ટરમાં 40 લાખ નોકરી આપવાનું લક્ષ્ય:સરકારે નવી પોલીસીનો ડ્રાફ્ટ કર્યો તૈયાર

સેકટરને દેવામાંથી મુક્ત કરવા ફોક્સ :લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ મૂલ્યની કરાશે સમીક્ષા

 

નવી દિલ્હી :સરકારે નવી ટેલિકોમ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તે અનુસાર 2022 સુધી ટેલિકોમ સેક્ટરમાં 40 લાખ નોકરીઓ આપવાનું લક્ષ્ રાખવામાં આવ્યું છે રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ - 2018 નામથી ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે  પોલિસી અનુસાર સેક્ટરને દેવામાંથી મુક્ત કરવા પર પણ ફોક્સ કરવામાં આવ્યું છે

   સાથે ટેલિકોમ કંપનીઓની લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ મૂલ્યની સમીક્ષા પણ કરવામાં આવશે નવી પોલિસીના ડ્રાફ્ટમાં બિઝનેસને સરળ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે .     વર્ષ 2022 સુધી 10 જીબીપીએસ બ્રોડબેન્ડ સેવા આપવી . 100 અબજ ડોલરનું રોકાણ ટેલિકોમ સેક્ટરમાં લાવવું . 50 એમબીપીએસ સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવવી . 40 લાખ લોકોને રોજગારી પૂરી પાડવી . લેન્ડલાઇન પોર્ટેબિલિટી શરૂ કરવામાં આવશે

  . નવી પોલિસીમાં સરકાર લેન્ડલાઇન પોર્ટેબિલિટી સેવા શરૂ કરવા પર ભાર મૂકશે . ઉપરાંત ડિજિટલ કોમ્યુનિકેશન સેક્ટરનો દેશના જીડીપીમાં યોગદાન 6% થી વધારી 8% કરવાની યોજના છે .

(10:54 pm IST)