Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વિવાદો બાદ એએમયુથી ઝીણાના ફોટાને હટાવાયો

એએમયુમાં જોરદાર હોબાળો

અલીગઢ, તા. ૨ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના હોસ્ટેલમાં લાગેલા પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના ફોટાને લઇને છેડાયેલા વિવાદ વચ્ચે નવો વળાંક આવ્યો છે. ઝીણાનો ફોટો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હવે ગાયબ થઇ ગયો છે. આ બનાવ બન્યા બાદ એવા પ્રયાસ થઇ રહ્યા છે કે, આખરે મોહમ્મદ અલી ઝીણાનો ફોટો ક્યાં જતો રહ્યો છે. અલબત્ત આ મામલામાં કેએમયુ વહીવટીતંત્રના લોકોનું કહેવું છે કે, આ ફોટો દૂર કરવામાં આવ્યો નથી. સંકુલમાં સાફ સફાઈ ચાલી રહ છે. ફોટાઓને પણ સાફ કરવામાં આવી રહ્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીના કાર્યક્રમ પહેલા ફોટો પાછો લાગી જશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા એેએમયુ વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ફોટાઓ ઉપર ધૂળ જામી ગઈ હતી. સાફ સફા કરવામાં આવી રહી છે. કોઇ ફોટાઓ હટાવવામાં આવ્યા નથી. ભારત એક લોકશાહી દેશ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સેક્યુલર કોન્સેપ્ટ ધરાવે છે. અત્રે નોંધનીય છે કે, ભાજપના લોકસભા સાંસદ સતિષ ગૌત્તમે યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખીને પ્રશ્ન કર્યો હતો કે, અહીં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાનો ફોટો કેમ મુકવામાં આવ્યો છે.

(8:42 pm IST)