Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જમ્‍મુ-કાશ્મીરમાં આતંકવાદે ફરી માથુ ઉંચક્યુઃ રેઇનબો હાઇસ્‍કૂલની બસ ઉપર પથ્થરમારોઃ બે વિદ્યાર્થીઓને ઇજા

જમ્‍મુ-કાશ્મીરઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદીઓઅે સ્‍કૂલ બસ ઉપર પથ્થરમારો કરતા બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગે ઇજા થઇ હતી.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ સોશિયલ મિડીયા ટ્વીટર પર લખ્યુ કે, આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે અને તેમને ગુસ્સો પણ આવ્યો છે. આ ઘટનામાં સામેલ તત્વોને પકડી પાડીશું.

જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ સ્કૂલ બસ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યુ કે, સ્કૂલ બસ કે પ્રવાસીઓના વાહનો પર પત્થરમારો કરી આ પત્થરબાજો શું હાંસલ કરવા માંગે છે ? પ્રકારના કૃત્યને ચારેબાજુથી વખોડી નાંખવુ જોઇએ.

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદે ફરી માથુ ઉંચક્યુ છે અને આવી ઘટનાઓ વધી રહી છે. મહત્વની વાત એ છે કે કાશ્મિરના જે વિસ્તારોમાંથી યુવાનો આંતકવાદમાં જોડાતા નહોતા તેવા વિસ્તારોમાંથી પણ યુવાનો આંતકવાદના રસ્તે વળી રહ્યાના અહેવાલો મળી રહ્યાં છે. દેશ માટે આ ચિંતાનો વિષય છે.

(6:39 pm IST)