Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દબાણ હટાવવા ગયેલ મહિલા ઓફીસરની હત્યા

સીમલા, તા. રઃ હિમાચલના કલૌલીમાં ગઇકાલે દબાણ હટાવવા ગયેલ આસિ. નગર નિયોજન અધિકારી શૈલબાલા પોતાની ટીમ સાથે કલૌલી-ધર્મપુરમાં ગેરકાયદે ખડકી દેવાયેલ ૧૩ હોટલોનું દબાણ હટાવવા પહોંચી હતી, આ દરમિયાન એક ગેસ્ટ હાઉસના માલીકે શૈલબાલા ઉપર ગોળીબાર કરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી, આરોપી ભાગી છૂટયો છે, સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આ દબાણ હટાવ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં પીડબલ્યુડીનો એક કર્મચારી પણ ઘવાયો છે.

(11:49 am IST)