Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાજપે રાજસ્થાનમાં ૨૫ જીલ્લામાં કરોડોની જમીનની કરી માંગણી !!

બસ...!! આજ બાકી હતું ?! : રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈની લેખિત માંગ પછી આશરે ૬૦ હજાર ચો.મી. જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ ! : જયપુરમાં પણ ૬૦૦૦ ચો.મી. જમીનની માંગણીઃ સરકારે પક્ષની કામગીરી લોકહીતની કરી... : કાલાવાડ રોડ - માલવીયાનગરની જમીન : નાપસંદ કરી શહેરની ૫ કિ.મી.માં જ આગ્રહ : કેટલીય જગ્યાએ જમીનનો હેતુફેર કરાયો... રીંગણા લઉ બે ચાર, લ્યો - લ્યો દસ બાર જેવો ઘાટ !..

જયપુર, તા. ૨ :. દેશભરમાં રાજકીય પાર્ટીઓ નિતનવા આયામો સર કરી રહ્યાની લોકચર્ચા વચ્ચે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૬ જીલ્લામાં શહેર વિસ્તાર

નજીકની આશરે ૬૦ હજાર ચોરસમીટર સોનાની લગડી જેવી જમીન રાજ્ય સરકાર પાસેથી માંગી હોવાનું અને પાર્ટીને આ જમીનની ફાળવણી પણ મોટાભાગે પૂર્ણ થઈ ગયાનો ચોંકાવનારો ધડાકો રાજસ્થાન પત્રિકાની ઈન્ડેક્ષ સ્ટોરીમાં થતા ભારે ચકચાર જાગી છે.

ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનની પહેલી એવી પાર્ટી બની ગઈ છે જેણે ૨૬ જીલ્લામાં પક્ષના કામકાજ માટે સરકાર પાસેથી જમીનની માંગણી કરી હોય અને જમીન મેળવી પણ લીધી હોય.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આવેલા આવેદન અને માંગણી બાદ રાજસ્થાનના પાટનગર જયપુરમાં ૬૦૦૦ ચોરસમીટર જમીનની ફાળવણીની પક્રિયા તેજ બની ગઈ છે.

નગર વિકાસ વિભાગ પાસે ભાજપની માંગણીનો પત્ર પહોંચતા સ્વાયત શાસન વિભાગે વિધિ સલાહકારની સલાહ મેળવીને આ અંગેની મંજુરી પણ આપી દીધી છે અને ૬ હજાર ચોરસમીટર જમીન ફાળવવાની પ્રક્રિયા પણ આરંભી દેવાઈ છે.

આશ્ચર્યજનક અને ચોંકાવનારી વિગતો તો એ છે કે, પાર્ટીની ગતિવિધિ અને કામગીરીને જનકલ્યાણકારી અને લોકોના હિતમાં છે એમ માનીને અમુક જગ્યાએ તો ચોક્કસ હેતુ માટે રખાયેલ અનામત જમીનનો હેતુફેર પણ કરી નાખવામાં આવેલ હોવાનું મનાય છે.ઙ્ગ

જીલ્લા તંત્ર દ્વારા જમીન અંગેની પ્રક્રિયાઓ આરંભી દીધી છે તો અમુક જગ્યાએ તો જમીન ફાળવી પણ દેવામાં આવી છે.

ઈન્ડેક્ષ સ્ટોરીમાં જણાવાયુ છે કે ૨૬ જીલ્લામાં ૧૪૦૦થી ૬૦૦૦ ચો.મી. જમીનની પ્રક્રિયા આરંભી દેવાય છે. જેમાંથી મોટાભાગના જીલ્લામાં જમીનની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે.

રાજસ્થાનના મહેસુલ વિબાગે ભાજપ પાસેથી ચૂંટણી આયોગનું માન્યતા પ્રાપ્ત સંબંધી કાગળો તથા પેટા નિયમો તથા નિતિનિમયો માંગ્યા છે અને પ્રોજેકટ રીપોર્ટ મળ્યા પહેલા જમીનની ફાળવણી નહી થાય તેમ જણાવ્યુ છે.

જયપુર નજીકના કાલાવડ રોડ તથા માલવીયાનગરની જમીન તંત્રએ પાર્ટીના આગેવાનોને બતાવી હતી પરંતુ શહેરથી દૂર આવેલ સસ્તી જમીન પસંદ નહીં હોવાનું અને પાર્ટીના મુખ્ય કાર્યાલયની નજીક ૫ થી ૬ કિ.મી.માં જ જમીન જોઈએ છે તેમ કહી દેવાયુ છે.

દરમિયાન રાજનૈતિક પાર્ટીઓને જમીન આપવા માટે રાજસ્થાનમાં કેવી જોગવાઈ છે ? તે અંગે એમ કહેવાય છે કે રાજ્યના પાટનગરમાં વધુમાં વધુ ૬ હજાર મીટર જમીન આપી શકાય જ્યારે ઝોનલ વિભાગમાં વધુમાં વધુ ૩૦૦૦ ચો.મી. તથા જીલ્લા મુખ્યાલય માટે વધુમાં વધુ ૨ હજાર ચોરસમીટર જમીન જંત્રીના ૧૫ થી ૨૦ ટકા દરે આપી શકાય.

હવે રાજનૈતિક પાર્ટીઓને જમીનની ફાળવણીની વાત છે ત્યારે આ વાત તથા પ્રક્રિયા તમામ રાજ્યોમાં પણ પ્રસરશે ત્યારે રાજસ્થાનના શહેરી વિકાસમંત્રી શ્રીચંદ કૃપલાણીએ આ અંગે એવું જણાવ્યુ છે કે, તમામ રાજકીય પાર્ટીઓને જમીન આપવાની પ્રક્રિયા થાય છે. ભાજપની શહેર સમિતિઓને પણ જમીન ફાળવણી થઈ રહી છે. સરકારની એવી નિતિ છે કે, તમામ જીલ્લામાં પાર્ટીઓના કાર્યાલયો હોય અને કાર્યકર્તાઓ તથા લોકો સાથે વાતચીત થતી રહે.

દરમિયાન જયપુર શહેર ભાજપના પ્રમુખ સંજય જૈનએ સંવાદદાતાને જણાવ્યુ હતુ કે, જીલ્લા તંત્રએ બે ત્રણ સ્થળે જમીન બતાવી છે, પરંતુ તે દૂર છે અમે ભાજપના મુખ્ય કાર્યાલયથી ૫ કિ.મી.ની અંદર જમીનની જરૂરીયાત હોવાનું કહ્યુ છે જરૂરી તમામ દસ્તાવેજો અમે તંત્રને પુરા પાડી દીધા છે.

કયા જીલ્લામાં કેટલી જમીન ?

જીલ્લો

જમીન ચો. મી.

જીલ્લો

જમીન ચો.મી.

નાગોર

ર૦૦૦

ઝાલાવાડ

ર૦૦૦

જેસલમેર

૧૬૪૪

પાલી

ર૦૦૦

રાજસમંદ

૧૯૭પ

બાંસવાડા

૧૭૦૮

ચિતોડગઢ

ર૭૮૭

ઉદયપુર

ર૧૦૦

હનુમાનગઢ

૧૯૯૯

ભીલવાડા

૩૯૭ર

સિરોહી

ર૦૦૦

કોટા

૩૦૦૦

બુંદી

૧૬૩પ

ભરતપુર

૩૦૦૦

કરોલી

ર૧૦૦

સવાઇમાધોપુર

ર૦૦૦

દોસા

૧૪૦૦

ચુરૂ

ર૦૦૦

ટોંક

ર૦૦૦

બાડમેર

ર૦૦૦

ડુંગરપુર

૧૯૧૩

બીકાનેર

ર૩ર૩

ઝૂંઝૂનુ

૧૭૯૩

શ્રી ગંગાનગર

૧૯૧ર

ઘોલપુર

ર૦૦૦

 

 

(11:43 am IST)