Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લાલ કિલ્લાને દત્તક આપવાના મુદ્દે ચેતન ભગતે ટ્વિટ દ્વારા સમર્થન આપતા અલ્પેશ ઠાકોરે તેમને મોદીના ભગત ગણાવ્યાઃ ચેતન ભગતે પણ અલ્પેશ ઠાકોરને જવાબ આપી દીધો

અમદાવાદઃ લાલ કિલ્લાને દત્તક આપવાના મુદ્દે લેખક ચેતન ભગતે સમર્થન આપતા આ મુદ્દે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચેતન ભગતને મોદીના ભગત ગણાવતા ચેતન ભગતે પણ અલ્પેશ ઠાકોરને જવાબ આપી દીધો હતો.

લાલ કિલ્લાને કેન્દ્ર સરકારની 'એડોપ્ટ એ હેરિટેજ' સ્કીમ અંતર્ગત રીપેરીંગ માટે ડાલમિયા ગ્રુપને સોંપવાના નિર્ણય પર આરોપ-પ્રત્યારોપો ચાલુ છે. એક તરફ જ્યાં વિપક્ષ સહિત કેટલાક લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે જ્યારે બીજી તરફ લેખક ચેતન ભગતે સરકારના આ નિર્ણયનો ટ્વિટ કરીને સમર્થન આપ્યું હતું.

લાલ કિલ્લાને વેચવાના આરોપનો બચાવ કરતા ચેતન ભગતે લખ્યું હતું કે જો કોઇને પોતાનું ઘર સાફ કરવા માટે રાખો તો એનો અર્થ એ નથી કે તમે તમારું ઘર વેચી દીધું. લાલ કિલ્લાને વેચ્યું નથી. આ સરકાર દ્વારા કેટલાક પૈસા બચાવવા અને બિલ્ડીંગની સુરક્ષા રાખવાની રીત છે.

ચેતન ભગતે આ ટ્વિટ પછી ગુજરાતના કોંગ્રેસના સાંસદ અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરીને કહ્યું, ચેતન ભગતને 'મોદીના ભગત' ગણાવ્યાં.

અલ્પેશ ઠાકોરના આ ટ્વિટ પછી ચેતન ભગતે અલ્પેશને જવાહ આપતા કહ્યું કે, સર ભગવાને થોડું મગજ આપ્યું છે. એટલે પોતાની રાય આપું છું. ઘણી વખત સરકારની નિંદા પણ કરી છે. ખોટી વાત ન કરો તમને શોભા નથી આપતી.

(6:24 pm IST)