Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વ્હોટ્સઅેપના કો-ફાઉન્ડર જેન કૂમે આંતરિક ઝઘડા અને ડેટા પ્રાઇવેસીને કારણે ફેસબુકથી છેડો ફાડશે

ન્યુયોર્કઃ સોશ્યલ મીડિયામાં ફેસબુક અને વ્હોટ્સઅેપઅે ધૂમ મચાવી છે ત્‍યારે વ્હોટ્સઅેપના કો-ફાઉન્‍ડર જેન કૂમે આંતરિક ઝઘડા અને ડેટા પ્રાઇવેસીને કારણે ફેસબુકથી છેડો ફાડવાના મુડમાં છે.

તમને જાણકારી હશે જ કે વોટ્સએપને ફેસબુકે ખરીદી લીધી છે અને હવે તે માત્ર ફેસબુકની જ કંપની છે. ઉલ્લેખનિય છે કે વોટ્સએપના કો-ફાઉન્ડર જેન કૂમ ફેસબુકથી આંતરિક ઝઘડા અને ડેટા પ્રાઇવેસીને કારણે કંપની છોડી રહ્યાં છે.

2014માં જેનએ ફેસબુકને 19 અબજ ડોલરમાં તેની કંપની વોટ્સએપનું વેચાણ કર્યું હતું. પછી તે તેમની કંપની સાથે ફેસબુકનો ભાગ બની ગયા હતા અને તે ફેસબુકનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ થઇ ગયા હતા. જોકે હજુ સુધી જાણકારી પ્રાપ્ત નથી થઇ કે તેઓ ફેસબુકને ક્યારે છોડશે એટલે કે કઇ તારીખ છેલ્લી હશે.

ઉલ્લેખનિય છે કે જે બે વ્યક્તિઓએ સાથે મળીને વોટ્સએપને બનાવ્યું હતુ તે હવે વોટ્સએપથી વિખુટા થઇ ગયા છે. બ્રિએન એક્ટનએ અગાઉ લોકોથી અપીલ કરી હતી કે તેઓ ફેસબુક ડિલીટ કરી દે અને હવે વોટ્સએપના બીજા ફાઉન્ડર એટલે કે જેન કુમે પણ ફેસબુક છોડી દીધી છે.

હવે પ્રશ્ન એ છે કે વોટ્સએપ પર યુઝર સિક્યોરિટિનું શું થશે. જાણકારોનું માનવું છે કે હવે માર્ક ઝુકરબર્ગ તેને પોતાની રીતે ચલાવશે અને શક્યાતા છે કે વોટ્સએપનો વધારે યુઝર ડેટા ફેસબુકની સાથે શેર કરવામાં આવશે.

(9:02 am IST)